બીજા લોકો જુએ એમ કપડાં ચેન્જ કરવાનું બહુ મન થાય છે. શું આ ઍબ્નૉર્મલ છે?

28 August, 2020 06:07 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

બીજા લોકો જુએ એમ કપડાં ચેન્જ કરવાનું બહુ મન થાય છે. શું આ ઍબ્નૉર્મલ છે?

પ્રતીકાત્મક તસવીર

સવાલ- હું મૅરિડ છું અને પિયરથી લઈને સાસરીમાં ખૂબ જ ઑર્થોડૉક્સ પરિવારમાં ઊછરી છું. મારી કેટલીક ઇચ્છાઓ કોઈનેય કહી શકાય એવી નથી. પહેલેથી જ હું ફિગર બાબતે કૉન્શ્યસ રહી હોવાથી મેઇન્ટેન કર્યું છે. જોકે રૂઢિવાદી પરિવારને કારણે મને ક્યારેય મૉડર્ન લુકવાળા કપડાં પહેરવાં જ ન મળ્યાં. જાહેર જગ્યાએ ગયાં હોઈએ તો બીજી છોકરીઓ કપડાં ચેન્જ કરવા માટે આડશ શોધે, જ્યારે મને ખુલ્લામાં બધાની દેખતાં ચેન્જ કરવાનું ગમતું. લગ્ન પછી હું મારા હસબન્ડનું ધ્યાન જાય એ માટે બેડરૂમમાં સેક્સી નાઇટી વગેરે પહેરતી હતી. જોકે હવે મને ઘરની બારી ખુલ્લી રાખીને કપડાં બદલવાની આદત પડી ગઈ છે. ક્યારેક મને લાગે કે બીજા બિલ્ડિંગની એ જ ફ્લોરની બારીમાંથી કોઈ ઘરમાં ડોકિયું કરી રહ્યું છે તો સંકોચ થવાને બદલે ગમે છે. શું બીજા લોકો જુએ એમ કપડાં ચેન્જ કરવાનું બહુ મન થાય છે. શું આ ઍબ્નૉર્મલ છે?
જવાબ-પોતાના શરીરસૌંદર્યનાં વખાણ થાય એ ભલભલી સ્ત્રીની ગમતી બાબત છે. કદાચ નાનપણથી જ તમને કપડાં પહેરવાની બાબતમાં રિસ્ટ્રિક્શન્સ રહ્યાં છે એને કારણે કદાચ તમને તમારા ફિગર માટે તમારી ઇચ્છા મુજબનાં વખાણ સાંભળવા નથી મળ્યાં. આ એ અતૃપ્ત ઇચ્છા હોઈ શકે છે. સાઇકોલૉજિકલી તમને કોઈ વખાણે, તમને જુએ અને એની નોંધ લે એની ઇચ્છા થાય છે.
ધારો કે બીજી કોઈ બાબત માટે આવો અસંતોષ હોત તો કદાચ એને પોષી લેવાય, પણ તમે આજના જમાનાની હકીકતથી પણ વાકેફ હશો જ. તમે પોતે જ બીજા સામે ઓછાં કપડાંમાં આવીને સામેવાળાને ઉશ્કેરી રહ્નાં છો, જે તમારી સેફ્ટી માટે યોગ્ય નથી. ચોતરફ સ્ત્રીઓ જ્યાં અસલામત બની રહી છે ત્યારે તમારી આવી ઇચ્છાને કારણે તમે ક્યારેક મુશ્કેલીમાં પડી જાઓ એવી સંભાવના નકારી શકાય નહીં. મને એવું લાગે છે કે જો આ ઇચ્છા અતિશય પ્રબળ હોય અને તમને એના વિના માનસિક રીતે સતત કંઈક અંદરથી હેરાન કરતું હોય તો તમારે જરૂર કોઈક સાઇકોથેરપિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. આ કોઈ અતિ ગંભીર બીમારી છે અને તરત જ ટ્રીટ કરવી પડશે એવું નથી, પણ એ તમારી પોતાની સેફ્ટી માટે જરૂરી છે.

dr ravi kothari sex and relationships columnists