કુકીઝ ખાઓ, ચિંતા ભગાવો

23 May, 2019 03:42 PM IST  | 

કુકીઝ ખાઓ, ચિંતા ભગાવો

કુકીઝ ખાઓ, ખુદ જાન જાઓ

હેલ્થ બુલેટિન

અમેરિકાના હેલ્થ અને ન્યુટ્રિશનિસ્ટ એક્સપર્ટ જૉય બોયરનું કહેવું છે કે ચૉકલેટ કુકીઝ ખાવાથી તમારા આખા દિવસનો થાક ઊતરી જાય છે અને તમે ચિંતામુક્ત થઈ જાઓ છો. ન્યુ યૉર્ક સિટી બૅલેટના સત્તાવાર હેલ્થ એક્સપર્ટ જૉયે ન્યુટ્રિશન નાસ્તાને લગતાં અનેક પુસ્તકો લખ્યાં છે તેમ જ રાષ્ટ્રીય સ્તરે અવૉર્ડ મેળવ્યા છે. એન્ઝાઇટીથી પીડાતા ૪૦ મિલ્યન અમેરિકનોની હેલ્થને ધ્યાનમાં રાખી તેમણે હિલિંગ પાવર ચૉકલેટ ચિપ કુકીઝની રેસિપી શૅર કરી છે. તેમનો દાવો છે કે આ કુકીઝમાં ઉમેરવામાં આવેલી ખાદ્ય સામગ્રી પેટમાં જવાથી ચિંતા હળવી થાય છે. આ ચૉકલેટમાં અળસી, કેમોલી (એક પ્રકારનો છોડ), વિટામિન સી ધરાવતા ફ્રૂટ્સ, ફોલિક ઍસિડ, વિટામિન બી અને ચૉકલેટ ઉમેરવામાં આવ્યાં છે. બ્લડ-શુગરના લેવલને કંટ્રોલમાં રાખવાનો ગુણધર્મ ધરાવતી આ કુકીઝ ડાયાબિટીઝ પેશન્ટ પણ ખાઈ શકે છે.

આ પણ વાંચો : શું હવે બાયોપ્સી જેવી જટિલ પ્રક્રિયાનો અંત આવશે?

health tips columnists