શું હવે બાયોપ્સી જેવી જટિલ પ્રક્રિયાનો અંત આવશે?

21 May, 2019 12:25 PM IST  | 

શું હવે બાયોપ્સી જેવી જટિલ પ્રક્રિયાનો અંત આવશે?

બાયોપ્સી

હેલ્થ બુલેટિન

નવા વેઅરેબલ ડિવાઇસની શોધ પછી કૅન્સરના નિદાન માટે કરવામાં આવતી બાયોપ્સીની પ્રક્રિયા ભૂતકાળ બની જશે એ દિવસો હવે દૂર નથી. મિશિગન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ રક્તમાં રહેલી કૅન્સરની ઍક્ટિવ સેલ્સને કૅપ્ચર કરી શકાય એવા વેઅરેબલ ડિવાઇસ બનાવ્યાં છે. સંશોધકોએ એવું ઇલેક્ટ્રિકલ સ્ક્રીનિંગ ઉપકરણ વિકસાવ્યું છે જે સામાન્ય રક્ત પરીક્ષણ કરતાં ત્રણગણા કૅન્સરના સેલ્સને શોધી કાઢવા સક્ષમ છે. આ ઉપકરણ નસમાંથી કૅન્સરની કોશિકાઓને કૅપ્ચર કરી ઓછા સમયમાં સચોટ નિદાન કરી શકશે. આ શોધથી ડૉક્ટરો અને કૅન્સરના દરદીઓને ઘણી રાહત થશે.

આ પણ વાંચો : કૉલમ : સનસ્ક્રીનમાં રહેલાં રસાયણો ઝેરી છે?

health tips columnists