સમાગમ વખતે યોનિપ્રવેશ કરતાંની સાથે જ વીર્યસ્ખલન થઈ જવાની સમસ્યા છે

04 January, 2021 07:54 AM IST  |  Mumbai | Dr. Ravi Kothari

સમાગમ વખતે યોનિપ્રવેશ કરતાંની સાથે જ વીર્યસ્ખલન થઈ જવાની સમસ્યા છે

પ્રતીકાત્મક તસવીર

સવાલ: મારી ઉંમર ૨૯ વર્ષ છે. ચાર વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં, બે સંતાનો છે અને એકંદરે સુખી જીવન હતું. જોકે છેલ્લા કેટલાક મહિનાથી સમાગમ વખતે યોનિપ્રવેશ કરતાંની સાથે જ વીર્યસ્ખલન થઈ જવાની સમસ્યા સતાવે છે. ઉત્તેજના પણ બહુ જલદી આવી જાય છે અને જલદી ચરમસીમા આવી જાય છે. ઓરલ સેક્સ દરમ્યાન પણ એવું જ થાય છે. હું પોતે હસ્તમૈથુન કરું ત્યારે પણ ચરમસીમા ઝડપથી આવી જાય છે. જો હું સ્ખલન થાય એ પહેલાં જ મૈથુન બંધ કરી દઉં તો અટકી જાય. મારા ફ્રેન્ડના કહેવાથી આયુર્વેદિક સ્ટોરમાંથી કેટલીક દવા લાવ્યો હતો. આ સાથે એ બે દવાઓનાં નામનું કાગળિયું બીડ્યું છે. લગભગ એક મહિનાથી આ દવા લઉં છું, પણ ખાસ ફરક નથી. હું પહેલાંની જેમ સેક્સ માણી શકું એ માટે શું કરવું?

જવાબ: તમે જણાવેલી આયુર્વેદિક દવા ઉત્તેજના વધારવા માટે લોકો લે છે, જ્યારે તમને શીઘ્રસ્ખલનની તકલીફ છે. માટે આ દવાથી તમને કોઈ ફાયદો નથી થવાનો. શીઘ્રસ્ખલન માટે આયુર્વેદમાં અકસીર દવાઓ છે, પરંતુ એમાં અફીણનો ઉપયોગ થાય છે. લાંબા ગાળે અફીણથી શરીરમાં દુર્બળતા આવે છે અને સમય જતાં એનું બંધાણ થઈ જવાની સમસ્યા રહે છે એટલે એનો સહારો ન લેવામાં આવે એ જ બહેતર છે.

સામાન્ય રીતે શરીરના ઇન્દ્રિયના ભાગને પ્રોટેક્ટેડ રાખવામાં આવતો હોવાથી એ ભાગ સ્પર્શ પ્રત્યે વધુ સંવેદનશીલ રહે છે. તમારી ઇન્દ્રિયની ત્વચા સ્પર્શ પ્રત્યે અતિસંવેદનશીલ થઈ ગઈ છે. એ માટે તમે રોજ અન્ડરવેઅર પહેરો એ પહેલાં ઇન્દ્રિયની ત્વચાને પાછળની તરફ સરકાવી દો. એમ કરવાથી ઇન્દ્રિયનો ઉપરનો ભાગ ખુલ્લો રહેશે અને એ ડાયરેક્ટ અન્ડરવેઅર સાથે ટચ થશે. રોજ નાહતાં પહેલાં એક વાર કોપરેલ તેલ અથવા તો તલનું તેલ સહેજ ગરમ કરીને એનાથી પાંચથી સાત મિનિટ સુધી હળવે હાથે ઇન્દ્રિય પર મસાજ કરવો. એમ કરવાથી સ્પર્શ-સંવેદના ઘટશે. વારંવાર સ્પર્શ થતો રહેવાથી ઇન્દ્રિયને સ્પર્શની આદત પડતી જશે અને સ્પર્શ થતાંની સાથે જ સ્ખલન થવાનું પ્રમાણ ધીમે-ધીમે ઘટશે. એમ છતાં જો દવાનો સહારો લેવો હોય તો ડેપોક્સિટિનની ૩૦ મિલીગ્રામની ગોળી સમાગમના એક કલાક પહેલાં લઈ શકાય.

columnists sex and relationships dr ravi kothari