જાણો, માણો ને મોજ કરો

22 December, 2022 05:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પેઇન્ટિંગ્સમાં પણ ક્રિસમસની ખાસિયતો ઊભરી આવે એવા ઑબ્જેક્ટ્ દોરવાની એક ખાસ વર્કશૉપ થઈ રહી છે.

જાણો, માણો ને મોજ કરો

જિંગલ બેલ નાઇટ માર્કેટ

ક્યારે? : ૨૩ અને ૨૪ ડિસેમ્બર
ક્યાં? : કાલિદાસ નાઇટ માર્કેટ, પંચરત્ન પાસે, મુલુંડ
સમયઃ બપોરે ૩થી રાતે ૧૧

બૉમ્બે બાઝાર 

ક્યારે? : ૨૪ અને 
૨૫ ડિસેમ્બર
સમયઃ સવારે ૧૧ વાગ્યાથી
ક્યાં? : અડાજિયો, ચૅપલ રોડ, બાંદરા-વેસ્ટ
એન્ટ્રી ફીઃ ૯૯ રૂપિયા

K-ટાઉન 

ક્યારે? : ૨૪ ડિસેમ્બર
સમયઃ ૩થી ૭ 
ક્યાં? : વિક્રોલી 
સોશ્યલ

હેમ્લીઝ વન્ડરલૅન્ડ

ક્યારે? : ૨૨ ડિસેમ્બરથી ૧ જાન્યુઆરી
ક્યાં? : જિયો વર્લ્ડ ડ્રાઇવ, બાંદરા
એન્ટ્રી ફીઃ ૯૯૯ રૂપિયા

લાઇફસ્ટાઇલ ઍન્ડ 

ફૅશન એક્ઝિબિશન
ક્યારે? : ૨૨ અને ૨૩ ડિસેમ્બર
સમયઃ ૧૧થી ૮
ક્યાં? : વિશ્વકર્મા બાગ, 
વિલે પાર્લે-વેસ્ટ

ક્રિસમસ ઍન્ડ ન્યુ યર ઉત્સવ ૨૦૨૨

ક્યારે? : ૨૩, ૨૪ અને ૨૫ ડિસેમ્બર
ક્યાં? : સ્કાઉટ પૅવિલિયન હૉલ, શિવાજી પાર્ક, દાદર
સમયઃ સવારે ૯થી રાતે ૯

થોલુ લૅમ્પશેડ 

સાઉથ ઇન્ડિયાની ટ્રેડિશનલ થોલુ આર્ટમાં ખાસ પ્રકારનાં ફૂલોની ડિઝાઇન કરવામાં આવે છે. પોસ્ટર કલર દ્વારા થતું આ પેઇન્ટિંગ ટેબલ લૅમ્પની ફરતે શેડની જેમ ગોઠવીને બેડરૂમના સાઇડ ટેબલને આર્ટિસ્ટિક બનાવી શકાય છે. અનુભવી આર્ટિસ્ટ કાનડે અંજનપ્પા દ્વારા એ શીખવવામાં આવશે. 
ક્યારે? : ૨૪-૨૫ ડિસેમ્બર
સમયઃ પાંચથી સાત
ક્યાં? : ઑનલાઇન
કિંમતઃ ૩૭૫૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ memeraki

બાદશાહ પાગલ

રૅપના બાદશાહની પહેલી પાગલ ઇન્ડિયા ટૂરની આ વીકથી શરૂઆત થવાની છે. આઠ શહેરોમાં થનારી આ કૉન્સર્ટના મુંબઈથી શ્રીગણેશ થઈ રહ્યા છે. બાદશાહને લાઇવ સાંભળવાનો અને તેના પાગલપણાને અનુભવવાનો આ મોકો છે. 
ક્યારે? : ૨૪ ડિસેમ્બર
સમયઃ સાંજે ૭ વાગ્યાથી
ક્યાં? : એનએસસીઆઇ
કિંમતઃ ૧૯૦૦
રૂપિયાથી શરૂ 
રજિસ્ટ્રેશનઃ bookmyshow

ક્રિસમસ ટાઇમ 

દરેક ફેસ્ટિવલની ખાસિયતો કળામાં અલગ રીતે ઊભરી આવતી હોય છે. પેઇન્ટિંગ્સમાં પણ ક્રિસમસની ખાસિયતો ઊભરી આવે એવા ઑબ્જેક્ટ્ દોરવાની એક ખાસ વર્કશૉપ થઈ રહી છે. વૉટર કલર્સ કેવા મૅજિકલી ફેસ્ટિવલ મૂડનો રંગ લાવે છે એ અહીં શીખી શકાશે.
ક્યારે? : ૨૪ ડિસેમ્બર
સમયઃ સાંજે ૪
ક્યાં? : ગ્રૅન્ડમામા’ઝ કૅફે, તાડદેવ
કિંમતઃ ૧૬૫૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ bookmyshow

બેમિસાલ રફી રી-લિવ 

શનિવારે લેજન્ડરી સિંગર મોહમ્મદ રફીની બર્થ-ઍનિવર્સરી છે. કિંગ ઑફ મ્યુઝિક રફી સાહેબના ચાહકો માટે ખાસ રફી નાઇટ માણવાનો મોકો છે. સૌરવ કિશન, પ્રિયંકા મિત્રા, દીપાલી ટંડન, અપૂર્વ શર્મા જેવા ચાર મુખ્ય સિંગરો, ૩૫ મ્યુઝિશ્યનો, ૧૦ કોરસ કલાકારો દ્વારા મોહમ્મદ રફીનાં ગીતો થકી ફરી તેમના એરાને જીવંત કરવામાં આવશે. 
ક્યારે? : ૨૪ ડિસેમ્બર
સમયઃ ૬.૩૦ વાગ્યાથી
ક્યાં? ષણ્મુખાનંદ હૉલ
કિંમતઃ ૪૦૦ રૂપિયાથી શરૂ
રજિસ્ટ્રેશનઃ bookmyshow

columnists christmas