સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ ૨૧)

11 March, 2023 06:58 AM IST  |  Mumbai | Aashu Patel

રશ્મિના મનમાં અજંપાની, ગુસ્સાની અને ઝૂંઝલાહટ સહિતની અનેક મિશ્ર લાગણીઓ ઊભરાઈ રહી હતી. તેના ડ્રાઇવરે કહ્યું હતું કે ‘વો લડકી તો જુહુ પુલીસ સ્ટેશન નહીં, કોઈ પ્રોડ્યુસર કી ઑફિસ મેં ગઈ હૈ. શાયદ મિલનકુમાર યા ઐસા કુછ નામ વો બોલ રહી થી!’

સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ ૨૧)

‘રહેમાન, મેરી રઘુભાઈ સે બાત હુઈ. દસ ખોખા તો મુશ્કિલ હૈ. વો બોલે કિ યે કામ તો બીસ-પચીસ લાખ રૂપિયે મેં કોઈ ભી શૂટર કર દેગા.’
પ્રસાદ કહી રહ્યો હતો.
‘હાં તો કરવા લે યે કામ બીસ-પચીસ લાખ રૂપિયે મેં કિસી ભી શૂટર કે પાસ. બચા લે તેરે રઘુભાઈ કે પૈસે!’ રહેમાને લથડતી જીભે કહ્યું.
‘અરે! પૂરી બાત તો સૂન, યાર!’ પ્રસાદે વાત વાળવાની કોશિશ કરતાં કહ્યું, ‘મૈંને ભાઈ કો કહા કિ રહેમાન તો મેરે છોટે ભાઈ જૈસા હૈ ઈસ લિએ આપ પૈસોં કા મત સોચિએ. વો પાંચ ખોખા દેને કો તૈયાર હો ગએ હૈ.’
‘દસ ખોખે સે કામ એક રૂપિયા ભી કમ નહીં,’ રહેમાને મક્કમ અવાજે કહ્યું.   
પ્રસાદને ડર લાગ્યો કે ક્યાંક રહેમાન વિચાર બદલી ન નાખે! તેણે થોડે દૂર જઈને ફરી વાર રઘુ સાથે વાત કરવાનું નાટક કર્યું અને પછી રહેમાન પાસે આવીને તેણે કહ્યું : ‘ભાઈને કહા કિ રહેમાન આજ હી કામ કર દેતા હૈ તો ઉસે દસ ખોખા દે દેંગે.’  
‘તો ઠીક હૈ,’ રહેમાને કહ્યું.
તેણે કહ્યું, ‘મૈં અબ્દુલ ચાચા સે મિલ કે આતા હૂં. આફતાબ કે લિએ કુછ પ્લાનિંગ કરના મંગતા હૈ.’
તે ઊભો થયો. તેની જીભની જેમ તેના પગ પણ લથડી રહ્યા હતા. પ્રસાદના મનમાં વિચાર ઝબકી ગયો કે ક્યાંક આ બેવડો બધું બકી ન મારે, પણ અત્યારે એ જોખમ ઉઠાવ્યા વિના અને રહેમાન પર ભરોસો મૂક્યા વિના તેની પાસે બીજો કોઈ છૂટકો નહોતો.  શાહનવાઝનું સિકર્યારિટી કવર ભેદવાનું શૂટર્સ માટે લગભગ અશક્ય હતું. અને હૈદરના ડરને કારણે અને શાહનવાઝના પોતાના પાવરને કારણે પણ કોઈ શૂટર તેના પર હાથ નાખવાની હિંમત કરે એવી શક્યતા પણ નહિવત્ હતી.   
lll
‘કૉલ રિસીવ કર, શૈલજા. યુ, %#$&@! યુ કાન્ટ ડૂ ધિસ ટુ મી.’
શૈલજા માટે ગાળો બોલતાં-બોલતાં રશ્મિ સ્વગત બબડી રહી હતી. તે બેચેન બનીને શૈલજાને કૉલ લગાવવાની કોશિશ કરી રહી હતી, પણ શૈલજા તેના કૉલ્સ રિસીવ કરી રહી નહોતી.
રશ્મિના મનમાં અજંપાની, ગુસ્સાની અને ઝૂંઝલાહટ સહિતની અનેક મિશ્ર લાગણીઓ ઊભરાઈ રહી હતી. તેના ડ્રાઇવરે કહ્યું હતું કે ‘વો લડકી તો જુહુ પુલીસ સ્ટેશન નહીં, કોઈ પ્રોડ્યુસર કી ઑફિસ મેં ગઈ હૈ. શાયદ મિલનકુમાર યા ઐસા કુછ નામ વો બોલ રહી થી!’
 એ સાથે તેને લાગ્યું હતું કે તેને કોઈએ સ્કાયસ્ક્રેપર બિલ્ડિંગની ટેરેસ પરથી નીચે ફંગોળી દીધી હોય!
તેણે ફરી એક વાર શૈલજાનો નંબર લગાવ્યો. આ વખતે રેકૉર્ડેડ મેસેજ સંભળાયો: ‘ધ નંબર યુ આર કૉલિંગ ઇઝ કરન્ટ્લી સ્વિચ્ડ ઑફ, પ્લીઝ ટ્રાય લેટર.’
રશ્મિએ અકળાઈને ફોન ટેબલ પર પછાડ્યો!
lll
 ‘અબ્દુલચાચા, આપ કો કૈસે ભી કરકે અપને આફતાબ કો ખૂન કે ઇલઝામ સે બચાના હૈ. ઉસકો ફાંસી લગને કી બાત તો દૂર રહી ઉસકો જેલ ભી નહીં જાના પડે ઐસા કુછ રાસ્તા કર દો. આપકી બડી મહેરબાની હોગી. આપ પૈસે કી ફિકર મત કરના. મૈં આફતાબ કો બચાને કે લિએ પૈસે પાની કી તરહ બહા દૂંગા...’
ખબરી રહેમાન તેના દૂરના કાકા અને જાણીતા વકીલ અબ્દુલ બાટલીવાલાને કહી રહ્યો હતો.
તેની વાત સાંભળીને અબ્દુલચાચા ખુરશીમાંથી ઊભા થઈ ગયા. તેમણે કહ્યું : ‘આફતાબને ખૂન કર દિયા? અપને આફતાબને! કિસકા? ક્યૂં? મૈં માન નહીં સકતા! આફતાબ તો બહોત હી નેક ઔર શરીફ લડકા હૈ.’
અબ્દુલચાચાના અવાજમાં આશ્ચર્ય અને આઘાતની મિશ્ર લાગણી છલકાઈ ગઈ.
‘નહીં, નહીં, ચાચા. ઐસા નહીં હૈ. આફતાબને કિસીકા ખૂન નહીં કિયા હૈ.’ રહેમાને ઉતાવળે કહ્યું.
અબ્દુલચાચાને લાગ્યું કે રહેમાન વધુપડતો શરાબ પી ગયો લાગે છે!
તેમણે કહ્યું, ‘રહેમાન, તૂને કહા કી આફતાબ કો કિસી ભી હાલાત મેં ખૂન કે ઇલઝામ સે બચાના હૈ! ઉસે કુછ નહીં હોના ચાહિયે. જબ ઉસને કિસીકા ખૂન હી નહીં કિયા હૈ તો ઉસે બચાને કી ઝરૂરત હી ક્યૂં પડેગી?’
‘નહીં, નહીં! આપ સમઝે નહીં, ચાચા! આફતાબને કિસીકા ખૂન નહીં કિયા હૈ, પર ઉસકો ખૂન કે ઇલઝામ સે બચાના ઝરૂરી હૈ,’ રહેમાન બોલી ઊઠ્યો.
‘તો ફિર આફતાબ પે કિસીને ખૂન કા ઝૂઠા ઇલઝામ લગા દિયા હૈ? જો ભી હૈ તૂ મુઝે પૂરી બાત સહી ઢંગ સે બતા.’
‘ચાચા, મૈં આફતાબ કે હાથોં શાહનવાઝ કા ખૂન કરવાનેવાલા હૂં...’ રહેમાને કહેવાનું શરૂ કર્યું.
તેણે વાત પૂરી કરી એ સાથે અબ્દુલચાચાએ કહ્યું, ‘પાગલ હો ગયા હૈ ક્યા તૂ? આફતાબ જૈસે માસૂમ લડકે સે ખૂન કરવાના ચાહતા હૈ તૂ? વો ભી શાહનવાઝ જૈસે બડે આદમી કા! તુઝે માલૂમ હૈ કિ ઐસા હોગા તો આફતાબ કી જિંદગી ખત્મ ભી હો સકતી હૈ. ઉસે ફાંસી કી સજા ભી હો સકતી હૈ.’
‘હાં, ચાચા. મુઝે માલૂમ હૈ ઇસી લિએ તો મૈં આપ કો કહ રહા હૂં કિ આપકો આફતાબ કો બચાના હૈ. આપ પૈસે કી ફિકર મત કરો. જિતના ભી પૈસા ચાહિએ મૈં આપકો દે દૂંગા.’
અબ્દુલચાચાએ શંકાની નજરે રહેમાન સામે જોતાં કહ્યું, ‘તેરે પાસ તો પૈસા હૈ નહીં! તૂ તો શરાબ ભી કિસી દૂસરે લોગોં કે પૈસોં સે પીતા હૈ. તૂ મુઝે કૈસે પૈસા દેગા! લેકિન વો સબ બાત છોડ. તુઝે આફતાબ કે પાસ ખૂન ક્યૂં કરવાના હૈ? ઔર વો ભી ઇતને બડે આદમી કા?’
‘આપકો તો માલૂમ હૈ ચાચા શાહનવાઝને આફતાબ કો કિતના મારા થા...’ રહેમાન ઉશ્કેરાટ સાથે બોલવા લાગ્યો.
 તેણે પોતાનો આક્રોશ ઠાલવી લીધો એ પછી અબ્દુલચાચાએ કહ્યું, ‘ઇતની છોટી બાત કે લિએ કિસી કા મર્ડર કરના ગલત બાત હૈ. ઔર યે તો શાહનવાઝ હૈ! તૂને સોચા ભી હૈ કિ આફતાબને શાહનવાઝ કા ખૂન કિયા તો ક્યા હોગા? કયામત આ જાએગી, કયામત! ઔર હૈદર ભી આફતાબ ઔર તુમ્હારા દુશ્મન હો જાએગા. ઔર અગર ઐસા હુઆ તો મૈં હૈદર કો ભી નહીં બોલ સકૂંગા કિ યે મેરે ભતીજે હૈ ઇસ લિએ યે દોનોં કો બક્ષ દો!’
 ‘ચાચા, મૈં કુછ નહીં જાનતા. બસ ઇતના સમઝ લો કિ શાહનવાઝ કી ઝિંદગી કા આજ આખરી દિન હૈ. આપ બસ મુઝે ઇતના પ્રૉમિસ દો કિ આપ અપને આફતાબ કો બચા લોગે.’
અબ્દુલચાચા કેટલીય વાર સુધી તેને સમજાવતા રહ્યા.
છેવટે રહેમાનની ધીરજ ખૂટી ગઈ. તેને લાગ્યું કે અબ્દુલચાચા મદદ નહીં કરે. તેણે કહી દીધું : ‘ચાચા, આપ મદદ નહીં કરોગે તો મૈં કિસી ઔર દૂસરે ઍડ્વોકેટ કે પાસ ચલા જાઉંગા લેકિન આજ શાહનવાઝ કા કામ તો તમામ હોગા હી. આપ કો મૈં એક કરોડ રૂપિયા ફી દૂંગા.’
અબ્દુલચાચાએ તેને સમજાવવાની ખૂબ કોશિશ કરી, પરંતુ રહેમાન મક્કમ હતો. તેને લાગ્યું કે પૈસા કમાવા માટે કોઈ પણ હદ સુધી જતા અબ્દુલચાચા પૈસા નહીં જુએ ત્યાં સુધી તેમને ભરોસો નહીં બેસે એટલે તેણે તેમની સામે જ પ્રસાદને કૉલ કર્યો. પ્રસાદે કૉલ રિસીવ કર્યો એ સાથે તેણે કહ્યું, ‘પ્રસાદ આજ તેરા કામ તો હો હી જાએગા. લેકિન એક ખોખા મૈં બોલૂં ઉસ જગહ પે ભીજવા દે.’
‘એક ખોખા?’ પ્રસાદને આંચકો લાગ્યો. તેણે આગળ કહ્યું, ‘હલવા હૈ ક્યા?’
‘વો મેં કુછ નહીં જાનતા. તૂ મુઝે પૈસા ભેજ. મુઝે કિસી કો અભી કે અભી હી દેના હૈ.’
બંને વચ્ચે થોડી રકઝક થઈ. એ પછી પ્રસાદે કહ્યું, ‘ઇતના પૈસા તુરંત નિકાલના તો મુશ્કિલ હૈ લેકિન મૈં તેરે કો દસ લાખ રૂપિયા તૂ બોલ વહાં આધે ઘંટે મેં ભેજતા હૂં.’
રહેમાને ફોન ચાલુ રાખીને જ અબ્દુલચાચા સામે જોઈને પૂછ્યું, ‘ચાચા, અભી દસ લાખ રૂપિયા ચલેગા?’
અબ્દુલચાચાને ફરી આશ્ચર્ય થયું કે તેમનો રખડી ખાતો ભત્રીજો એક ફોન પર દસ લાખ રૂપિયાની વ્યવસ્થા કરી શકે છે! તેમણે હકારમાં માથું ધુણાવ્યું.
એક કરોડ રૂપિયા ફી અને એમાંય દસ લાખ રૂપિયા ઍડ્વાન્સ મળવાની લાલચને કારણે અબ્દુલચાચા તેને મદદ કરવા માટે તૈયાર થયા. તેમણે કહ્યું, ‘એક રાસ્તા હૈ. શાહનવાઝ અગર રહેમાન પે હમલા કરે ઔર આફતાબ અપને કો બચાને કે લિએ સેલ્ફ-ડિફેન્સ મેં મતલબ અપને આપ કો બચાને કે લિએ ઉસકો માર ડાલે તો મૈં ઉસકો બચા સકતા હૂં.’
‘સમઝ ગયા, ચાચા.’
અબ્દુલચાચાએ વાત પૂરી કરી એ સાથે રહેમાન બોલી ઊઠ્યો.
lll
‘આફતાબ, શાહનવાઝે તને માર્યો હતો એનો બદલો લેવાનો એક જબરદસ્ત મોકો મળી ગયો છે. શાહનવાઝની સાથે બદલો પણ લેવાઈ જશે અને આપણી જિંદગી પણ સેટ થઈ જશે.’
રહેમાન તેના નાના ભાઈ આફતાબને કહી રહ્યો હતો.
‘હા, ભાઈ. શું કરવાનું છે?’ આફતાબે સવાલ કર્યો.
‘તારે શાહનવાઝને ઉશ્કેરવાનો છે...’
‘પણ ભાઈ, મને તો ડિરેક્ટર અને પ્રોડ્યુસરે શાહનવાઝની આજુબાજુમાં ફરકવાની પણ ના પાડી છે,’ રહેમાનને અધવચ્ચેથી જ અટકાવીને આફતાબે કહ્યું.
‘તું હમણાં ડિરેક્ટર અને પ્રોડ્યુસરને ભૂલી જા, હું કહું એટલું કર,’ રહેમાને ભારપૂર્વક કહ્યું.
‘પણ ભાઈ...’
‘હું કહું એ ધ્યાનથી સાંભળ. તું કોઈ પણ હિસાબે શાહનવાઝ સુધી પહોંચી જા અને તેને એટલો ઉશ્કેરી મૂક કે તે તને ફરી વાર બેરહમીથી મારે,’ રહેમાને કહ્યું.
lll
‘આ ઍગ્રીમેન્ટના બધા પેજિસ પર સાઇન કરી દે.’
એક કરોડ રૂપિયાનો ચેક આપ્યા પછી મિલનકુમારે ઍગ્રીમેન્ટની બે કૉપીઝ શૈલજા તરફ સરકાવતાં કહ્યું.  
શૈલજાએ ઍગ્રીમેન્ટનાં પાનાંઓ પર એક નજર નાખી. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઍક્ટર્સ અને પ્રોડક્શન હાઉસ વચ્ચે થાય એવું એ સ્ટાન્ડર્ડ ઍગ્રીમેન્ટ હતું.
તેણે ફટાફટ બધાં પાનાં પર સહી કરી નાખી. મિલનકુમારે પણ એ ઍગ્રીમેન્ટ પર સાઇન કરી અને એક કૉપી શૈલજાને આપી.  
lll
‘રિલૅક્સ. ઑલ ઇઝ વેલ. એ છોકરી સાથે બધું જ સેટલ કરી લીધું છે.’
મિલનકુમાર ફોન પર શાહનવાઝને કહી રહ્યો હતો.
‘થૅન્ક ગૉડ!’ શાહનવાઝે નિરાંતનો શ્વાસ લેતાં કહ્યું અને પછી ઉમળકાભેર ઉમેર્યું : ‘થૅન્ક યુ, ડિયર. યુ આર અ ટ્રૂ ફ્રેન્ડ. લવ યુ.’
‘લવ યુ ટુ.’ મિલનકુમારે કહ્યું.
lll
મિલનકુમારનો કૉલ પૂરો થયો એટલે શાહનવાઝે એક ઊંડો શ્વાસ લીધો અને પછી સિગારેટ સળગાવી. તેણે એક ઊંડો કશ ખેંચ્યો અને મોંમાંથી વર્તુળાકારે ધુમાડો બહાર ફેંક્યો.
એ જ વખતે તેના મોબાઇલ ફોનની રિંગ વાગી. ફોનની સ્ક્રીન પર નામ જોઈને તેણે ઉતાવળે કૉલ રિસીવ કર્યો. કૉલ કરનારી વ્યક્તિએ તેને જે શબ્દો કહ્યા એ સાંભળીને તેના હોશ ઊડી ગયા!

 વધુ આવતા શનિવારે...

columnists ashu patel