સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ પ્રકરણ ૧૫

28 January, 2023 12:23 PM IST  |  Mumbai | Aashu Patel

‘કિસી ભી હાલત મેં વો લડકી કો રોકના હૈ, નહીં તો મૈં બરબાદ હો જાઉંગા. કુછ ભી કરો. વો કી કો આજ હી સાઇન કરો. ઉસ કે મુંહ પે બીસ

પ્રતીકાત્મક તસવીર

‘કિસી ભી હાલત મેં વો લડકી કો રોકના હૈ, નહીં તો મૈં બરબાદ હો જાઉંગા. કુછ ભી કરો. વો કી કો આજ હી સાઇન કરો. ઉસ કે મુંહ પે બીસ
પચ્ચીસ લાખ  રૂપિયા ફેંકના હૈ તો ફેંક દો લેકિન ઉસકો સાઇન કર લો.’
શાહનવાઝ પ્રોડ્યુસર અને તેના પાર્ટનર-ઇન-ક્રાઇમ સમા દોસ્ત મિલન કુમારને કહી રહ્યો હતો.
‘મૈં કોશિશ કરતા હૂં,’ મિલન કુમારે કહ્યું.
‘કોશિશ નહીં, યુ @#&%$ !’ શાહનવાઝના મોંમાંથી ગાળ નીકળી ગઈ.
‘આઇ મીન...’
‘મીન ફીન છોડો. ડૂ રાઇટ નાઓ. ઇમિજિએટલી ઉસ કો બુલા કે ઉસે અપની ફિલ્મ મેં લે લો. મેરે પાસ વક્ત નહીં હૈ! અભી કે અભી વો લડકી કો સાઇન કરો યા તો મૈં તુમ્હારે સાથ અગલી સબ ફિલ્મ કા કૉન્ટ્રૅક્ટ કૅન્સલ કરતા હૂં,’ શાહનવાઝના અવાજમાં ગુસ્સાની, ગભરાટની, અકળામણની, અજંપાની મિશ્ર લાગણી હતી.
‘નહીં નહીં, મૈં અભી એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર સકસેના કો બોલતા હૂં. વો લડકી કે સાથ બાત...’
‘સકસેના નહીં, તુમ ખુદ ઉસ લડકી કે સાથ બાત કરો. યે થોડી દેર મેં હી હો જાના ચાહિએ વર્ના,’શાહનવાઝે ગળું ફાડી નાખવું હોય એટલા ઊંચા અવાજે અલ્ટિમેટમ આપી દીધું.

‘અરે તેને પાતાળમાંથી પણ શોધી કાઢ આજે ને આજે. ના, આજે ને આજે નહીં, હમણાં જ એ છોકરીને સાઇન કરીને મને કૉલ કર. તું ન કરી શકતો હો તો કહી દે તો હું હૈદરભાઈની મદદ માગું,’ શાહનવાઝ અધીરો થઈ ગયો હતો

‘અરે વો લડકી કા નંબર નહીં લગ રહા હૈ તો ઉસકા કોઈ દૂસરા નંબર ઢૂંઢો. મુઝે અર્જન્ટ ઉસકે સાથ બાત કરની હૈ...’ મિલન કુમાર તેની ઑફિસમાં તેની સેક્રેટરી રૂપા પર ગુસ્સો ઠાલવી રહ્યો હતો.
‘સર ઉસકા દૂસરા નંબર ભી આઉટ ઑફ કવરેજ હૈ,’ રૂપાએ કહ્યું.
‘કુછ ભી કરો. ઉસ કા કૉન્ટૅક્ટ કરો. કિસીકો ઉસકે ઘર પે ભેજો. મુઝે વો લડકી કે સાથ અભી કે અભી બાત કરની હૈ,’ શાંત સ્વભાવના માણસ તરીકે જાણીતો મિલન કુમાર બરાડા પાડી રહ્યો હતો. તેણે શાહનવાઝ પર પાંચસો કરોડ રૂપિયા લગાવ્યા હતા. શાહનવાઝ જેલમાં જાય તો પણ તેના એ પૈસા ડૂબી જાય અને તે કૉન્ટ્રૅક્ટ કૅન્સલ કરે તો પણ તેણે એટલી મોટી રકમનું નાહી નાખવું પડે એમ હતું. અને સાથે શાહનવાઝે બીજી ધમકી આપી હતી કે હું ડૂબીશ તો સાથે તને પણ ડુબાડીશ! તેં જ શૈલજાને મારી પાસે મોકલી હતી!      

 ‘શાહનવાઝ તેની નવી ફિલ્મમાં હિરોઇન બનાવવાની લાલચ આપીને એ ફિલ્મ વિશે વાત કરવાને બહાને રાતે તેના ફાર્મહાઉસમાં લઈ ગયો હતો અને ત્યાં તેણે મારા પર રેપ કર્યો હતો. એ વખતે પ્રોડ્યુસર મિલન કુમાર પણ ત્યાં હતો. શાહનવાઝે મિલન કુમારને પણ ખુશ કરવા માટે મારા પર દબાણ કર્યું હતું. એ રાતે તેણે મારા પર માત્ર રેપ જ નહોતો કર્યો, તેણે મારી સાથે જંગલી જેવો વર્તાવ કર્યો હતો. મારે બે દિવસ હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું એટલો શારીરિક અત્યાચાર શાહનવાઝે એ રાતે મારા પર કર્યો હતો. હું કોઈને કહી ન શકું એ રીતે તેણે મને સેક્સપ્લોઇટ કરી હતી. હું ડિપ્રેશનમાં સરી પડી હતી અને મને સતત આત્મહત્યા કરી લેવાના વિચારો આવતા હતા. એ વખતે મારી ફ્રેન્ડ અંજલિ મને સાઇકિયાટ્રિસ્ટ પાસે લઈ ગઈ હતી અને ડિપ્રેશનની સારવારને કારણે હું બચી ગઈ હતી નહીં તો મેં જીવન ટૂંકાવી લીધું હોત!’
 શૈલજા આક્રોશ સાથે ‘ખબર ઇન્ડિયા’ ટીવી ચૅનલના સ્ટુડિયોમાં રશ્મિ માથુરને ઇન્ટરવ્યુ આપી કહી રહી હતી.
રશ્મિના ચહેરા પર મલકાટ હતો.

‘ઓકે ઓકે, હું હમણાં જ એ છોકરીને ગમે ત્યાંથી શોધી કાઢું છું,’ મિલન કુમારે કહ્યું. તેના અવાજમાં પણ ભયંકર ઉચાટ હતો. મનોમન તો તેણે શાહનવાઝને ગાળ આપી


‘શૈલજાનો કૉન્ટૅક્ટ થયો કે નહીં?’ શાહનવાઝ ઉચાટભર્યા અવાજે મિલન કુમારને પૂછી રહ્યો હતો.
‘તેનો ફોન બંધ જ આવે છે પણ મેં મારી આખી ઑફિસને કામે વળગાડી દીધી છે,’ મિલન કુમારે તેણે શાંત પાડવાની કોશિશ કરતાં કહ્યું.
‘અરે તેને પાતાળમાંથી પણ શોધી કાઢ આજે ને આજે. ના, આજે ને આજે નહીં, હમણાં જ એ છોકરીને સાઇન કરીને મને કૉલ કર. તું ન કરી શકતો હો તો કહી દે તો હું હૈદરભાઈની મદદ માગું,’ શાહનવાઝ અધીરો થઈ ગયો હતો.
‘અરે યાર, થોડો ટાઇમ આપ. હું કંઈક રસ્તો કરું છું.’
‘કંઈક નહીં, કન્ફર્મ કર. નહીં તો તું પણ મારા ભેગો મરીશ. તેં જ તે છોકરીને મારી પાસે મોકલી હતી!’ શાહનવાઝનો અવાજ ગુસ્સાને કારણે તરડાઈ ગયો.
‘ઓકે ઓકે, હું હમણાં જ એ છોકરીને ગમે ત્યાંથી શોધી કાઢું છું,’ મિલન કુમારે કહ્યું. તેના અવાજમાં પણ ભયંકર ઉચાટ હતો. મનોમન તો તેણે શાહનવાઝને ગાળ આપી.

‘ભાઈ એક બહોત બડા પ્રૉબ્લેમ હો ગયા હૈ...’
શાહનવાઝ અત્યંત ગભરાટભર્યા અવાજે હૈદરને ફોન પર કહી રહ્યો હતો.
‘અરે સબ સે બડા પ્રૉબ્લેમ તો તૂ મેરે લિએ બન ગયા હૈ!’ હૈદરે તેના પર ગુસ્સો ઠાલવ્યો.
‘અરે ભાઈ યે વો પૃથ્વીવાલી બાત નહીં હૈ. દૂસરી બાત હૈ. એક લડકી...’
‘યે ટાઇમ પે ભી તુઝે લડકી કી બાત કરની હૈ?’ હૈદર ઓર ભડકી ગયો.
‘નહીં, નહીં, ભાઈ. મેરી બાત સુન લો, પ્લીઝ. એક લડકી મેરે ખિલાફ પુલીસ કે પાસ ગઈ હૈ. ઔર અભી હરિભાઉને મુઝે કહા કિ ‘તુમ ઉસ લડકી કે સાથ સેટલમેન્ટ કર લો નહીં તો મૈં ભી કુછ નહીં કર પાઉંગા.’ ભાઈ યે આખરી બાર મુઝે હેલ્પ કર દો, પ્લીઝ. વો લડકી કા ફોન બંદ આ રહા હૈ ઔર મૈં પુલીસ કી મદદ માગ નહીં સકતા. આપ અપને લોગોં સે બોલ કે વો લડકી કો કૈસે ભી કર કે સમઝા દો, પ્લીઝ.’
‘અભી પૂરે દેશ કી સબ ટીવી ચૅનલ્સ પે ન્યુઝ ચલ રહા હૈ કિ શાહનવાઝને હૈદર કો સુપરસ્ટાર પૃથ્વીરાજ કો મારને કે લિએ સુપારી દી થી ઔર હૈદરને અપને શૂટર્સ સે પૃથ્વીરાજ પે હમલા કરવાયા. ઐસી હાલત મેં તૂ યે દૂસરા લફડા લે કે આ ગયા! ક્યા કરું મૈં તેરા %$#&@?’ હૈદરે શાહનવાઝને ફરી એક વાર ગાળ આપી દીધી.
શાહનવાઝ ગાળ સાંભળવા ટેવાયેલો નહોતો, પણ ગરજ હોય ત્યારે મોટા ભાગના માણસો કોઈ પણ હદ સુધી જતા હોય છે. અને શાહનવાઝને તો અત્યારે માત્ર તેની કરીઅર જ નહીં, આખી જિંદગી બરબાદ થવાનો ભય સતાવી રહ્યો હતો. આખી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ધાક હેઠળ રાખવા
ટેવાયેલો શાહનવાઝ કોઈ શિકારી પ્રાણી પાછળ પડ્યું હોય અને સસલું ફફડી રહ્યું હોય એ રીતે ધ્રૂજી રહ્યો હતો.
તેણે આજીજીભર્યા સવારે કહ્યું, ‘ભાઈ, પ્લીઝ. આખરી બાર હેલ્પ કર દો. કસમ સે યે લાસ્ટ ટાઇમ. ઇસકે બાદ મેં મૈં આપસે કભી ભી કુછ ભી નહીં માંગુંગા.’
‘તેરા કુછ નહીં હોગા! મૈં કુછ નહીં કર સકતા,’ હૈદરે કહ્યું અને કૉલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો!
શાહનવાઝ ફાટેલી આંખે પોતાના મોબાઇલ ફોન સામે જોઈ રહ્યો. આફતો આવે છે ત્યારે બટૅલ્યનમાં આવે છે એ વાત અત્યારે તેને બરાબર સમજાઈ રહી હતી.

 ‘વાઘમારે, મૈંને કહા થા કિ મુઝે ડાઉટ હૈ કિ અન્ડરવર્લ્ડ કી તરહ બૉલીવુડ મેં ભી ગૅન્ગવૉર શુરુ હો જાએગી. પૃથ્વીરાજ ઔર શાહનવાઝ પર નજર રખને કે લિએ મૈંને કહા થા આપ લોગોં કો ફિર ભી યે સબ હો ગયા!’
પોલીસ કમિશનર સલીમ શેખ અકળાયેલા અવાજે સિનિયર ઇન્સ્પેક્ટર વાઘમારેને ઠપકો આપી રહ્યા હતા. હૈદરના ગુંડાઓએ પૃથ્વીરાજની હત્યાની કોશિશ કરી એને કારણે તેમના પર ભયંકર પ્રેશર આવ્યું હતું. બીજી બાજુ તેમને યાદ આવી રહ્યું હતું કે શાહનવાઝ ‘ગ્લૅમર વર્લ્ડ’ની ઍન્યુઅલ પાર્ટીમાં બોલ્યો હતો કે ‘તારા ગોલ્ડન ડેઝ શરૂ નથી થયા, પૃથ્વી &$*%@#. તારી જિંદગીના અંતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે!’
‘સૉરી, સર. પૃથ્વીરાજને હમેં બતાયે બિના યુપી પુલિસ સે પ્રોટેક્શન લિયા થા. ઔર યુપી પુલિસ કે લોગ ભી ઉસ વક્ત ઉસકે સાથ નહીં થે..,’ વાઘમારેએ બચાવ કરતાં કહ્યું.  
‘શાહનવાઝ કો પૂછતાછ કે લિએ બુલા લો. ઔર જબ તક મૈં ના કહૂં તબ તક ઉસકો મત જાને દેના. શાયદ ઉસકો અરેસ્ટ કરના પડેગા,’ શેખે કહ્યું.
વાઘમારેને આશ્ચર્ય થયું. ચીફ મિનિસ્ટર હરિભાઉ સાથે શાહનવાઝના સંબંધોને કારણે શેખ શાહનવાઝ પર હાથ નાખવાની હિંમત નહોતા કરતા, પણ અત્યારે તેઓ તેને અરેસ્ટ કરવાનું વિચારી રહ્યા હતા! એ વખતે વાઘમારેને કલ્પના પણ નહોતી કે ખુદ હરિભાઉએ જ શેખને સૂચના આપી હતી કે શાહનવાઝ સામે ઍક્શન લો!
વાઘમારેને એ વાતનોય અંદાજ પણ નહોતો કે કમિશનર શેખને દોડવું હતું અને ઢાળ મળ્યો હતો. તેમને પૃથ્વીરાજની હત્યાના પ્રયાસને કારણે શાહનવાઝને અરેસ્ટ કરવાનો વિચાર નહોતો આવ્યો, પણ એક મૉડલ પર રેપના કિસ્સામાં તેને અરેસ્ટ કરવા માટે સૂચના મળી હતી અને એ માટે પૃથ્વીરાજના પિતા કારણભૂત હતા!    


‘હું આખા દેશની અને વિદેશમાં વસતી તમામ ભારતીય યુવતીઓને ચેતવણી આપવા ઇચ્છું છું કે શાહનવાઝ નામના રાક્ષસથી દૂર રહેજો નહીં તો એ તમને પીંખી નાખશે. શાહનવાઝ અને તેની ગૅન્ગ કેવાં કારસ્તાન કરે છે એ વિશે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખબર છે પણ કોઈ તેની વિરુદ્ધ અવાજ નથી ઉઠાવતું. દેશનો સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ તેના ઘરે આવતો હોય છે, ચીફ મિનિસ્ટર સાથે તેને ઘર જેવા સંબંધ છે, મુંબઈના પોલીસ કમિશનર સાથે તે પાર્ટીમાં ફોટોઝ ક્લિક કરાવતો હોય છે. અન્ડરવર્લ્ડ ડૉન હૈદર સાથે તે દુબઈમાં અને લંડનમાં તે શૉપિંગ માટે જતો હોય છે. સરકાર તેની છે, પોલીસ તેની છે અને અન્ડરવર્લ્ડનો તો તે પોતે એક હિસ્સો છે એ ઓપન સીક્રેટ છે એટલે માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ નહીં બધી જ જગ્યાએ લોકો તેનાથી ડરે છે. આવા માણસો માટે સોસાયટીમાં કોઈ સ્થાન ન હોવું જોઈએ. તેને ફાંસીની સજા થવી જોઈએ અથવા તો તે આખી જિંદગી જેલમાં સબડવો જોઈએ. આવા પાવરફુલ અને હલકટ માણસ સામે મેદાને પડવાની કોઈ હિંમત ન કરી શકે એ સ્વાભાવિક છે અને હું તો આ શહેરમાં રહેતી એકલી છોકરી છું. સંઘર્ષ કરું છું, પણ મેં નક્કી કર્યું છે કે હું ચૂપ નહીં રહું. ભલે શાહનવાઝ મારી સુપારી આપીને મારું ખૂન કરાવી નાખે, હું કોઈ પણ કિંમત ચૂકવવા માટે તૈયાર છું...’
શૈલજા જેમ-જેમ શાહનવાઝ સામે રોષ ઠાલવતી જતી હતી એમ-એમ રશ્મિના ચહેરા પર ઉત્તેજના વધી રહી હતી. શૈલજાના સ્ફોટક ઇન્ટરવ્યુને કારણે પોતાની ચૅનલની વ્યુઅરશિપમાં અકલ્પ્ય ઉછાળો આવશે એ વાતનો તે રોમાંચ અનુભવી રહી નહોતી.
એ વખતે તેને કલ્પના સુધ્ધાં નહોતી કે માત્ર થોડા કલાક પછી શું થવાનું છે!

વધુ આવતા શનિવારે

columnists ashu patel