ટેસ્ટી બ્રેડનાં દહીંવડાં

08 January, 2019 10:35 AM IST  |  | Dharmin Lathia

ટેસ્ટી બ્રેડનાં દહીંવડાં

આજની વાનગી બ્રેડ દહીંવડાં

આજની વાનગી

સામગ્રી

+ ૧ પૅકેટ બ્રેડ મોટી સાઇઝ

+ ૧ કિલો દહીં

+ મીઠું સ્વાદ અનુસાર

+ અડધો ટી-સ્પૂન વાટેલાં આદું-મરચાં

+ અડધો ટી-સ્પૂન જીરું અને હિંગ

+ ૧ ટી-સ્પૂન ખજૂર-આમલીની ચટણી

રીત

બ્રેડની બાજુની કિનાર કાઢી એકસરખા નાના કટકા કરવા. એને તેલમાં તળીને કાઢી લેવા. પછી ૨૫૦ ગ્રામ દહીંની પાતળી છાશ બનાવી એમાં બોળી હાથથી દાબીને છાશ કાઢી નાખવી. દહીંને વલોવીને મીઠું, વાટેલાં આદું-મરચાં અને ખાંડ નાખી તૈયાર કરવું.

એક ડિશમાં કટકા મૂકીને એના પર દહીં નાખો. થોડા તેલમાં જીરું, હિંગ અને લીમડાનાં પાન સમારીને વઘાર કરવો. પીરસતી વખતે ખજૂર-આમલીની ચટણી નાખવી.

indian food columnists