મેટરનિટી લીવની જેમ પુરુષોને મળશે પિતૃત્વની રજા, ઝોમેટોએ કરી શરૂઆત

05 June, 2019 01:28 PM IST  | 

મેટરનિટી લીવની જેમ પુરુષોને મળશે પિતૃત્વની રજા, ઝોમેટોએ કરી શરૂઆત

પ્રતીકાત્મક તસવીર

ઝોમેટોએ કહ્યું કે તે પોતાના કર્મચારીઓને 26 અઠવાડિયાની પેટરનિટી લીવ આપશે. હાલમાં ભારતીય નિયમો પ્રમાણે માત્ર 135 દિવસની મેટરનિટી લીવ જ મળી રહી છે.

હવે પ્રાઇવેટ કંપનીમાં પેટરનિટી લીવ પણ મળશે

હવે પ્રાઇવેટ કંપનીઓ પણ મેટરનિટી લીવની જેમ જ પિતૃત્વ (પેટરનિટી લીવ)ની રજા આપવા તરફ આગળ વધી રહી છે. આ એક વધાવવા જેવું પગલું છે. બાળકોના પાલનની જવાબદારી જેટલી માતાની હોય છે તેટલી જ પુરુષોની પણ હોય છે. આ જ કારણથી ઑનલાઇન ઑડરિંગ અને ફુડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોએ સોમવારે એક મોટી જાહેરાત કરી છે. ઝોમેટોએ કહ્યું કે તે પોતાના કર્મચારીઓને 26 અઠવાડિયાની પેટરનિટી લીવ આપશે. હાલમાં સરકારી નિયમો પ્રમાણે અત્યાર સુધી ભારતમાં માત્ર મેટરનિટી લીવ 135 દિવસની મળે છે.

આઇકિયા કંપની આપે છે છ મહિનાની પેટરનિટી લીવ

જણાવીએ કે, ફર્નીચરની એક મોટી કંપની આઇકિયા પણ પુરુષ કર્મચારીઓને 6 મહિનાની પેટરનિટી લીવ આપે છે. આ સિવાય મોટા ભાગની કંપનીઓ માત્ર 2 અઠવાડિયાની પેટરનિટી લીવ આપવામાં વિશ્વાસ ધરાવે છે.

દીપેન્દ્ર ગોયલે બ્લૉગ લખી કરી જાહેરાત

હકીકતે, ઝોમેટોના સંસ્થાપક અને સીઇઓ દીપેન્દ્ર ગોયલે સોમવારે એક બ્લૉગ લખ્યો હતો, જમાં તેમણે આ માહિતી આપી હતી. દીપેન્દ્રએ લખ્યું કે, "મને લાગે છે કે નવા બાળકોનું આ વિશ્વમાં સ્વાગત કરવાથી લઇને મહિલા અને પુરુષો માટે જુદી-જુદી વ્યવસ્થા ખૂબ જ અસંતુલન ધરાવે છે. સરકારના નિયમ પ્રમાણે વિશ્વભરમાં મહિલા કર્મચારીઓને 135 દિવસની રજા મળે છે. અમે અમારા કર્મચારીઓને પણ આ સુવિધા આપશું."

આ પણ વાંચો : જીએસપીની ભારતીય ફાર્મા નિકાસ ઉપર આંશિક અસર થશે

ઝોમેટોના સંસ્થાપક અને સીઇઓ દીપેન્દ્ર ગોયલે એ પણ કહ્યું કે આ યોજનાનો લાભ નવા બાળકોને જન્મ આપતાં પેરેન્ટ્સની સાથે સરોગસી, દત્તક લેતા કે સમલૈગિંક પેરેન્ટ્સને પણ મળશે. ગોયલે જણાવ્યું કે કંપનીની ટીમ 13 દેશોમાં છે, તેથી બધી જ જગ્યાના કર્મચારીઓને આનો લાભ મળશે.

business news