03 May, 2025 06:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જેની અસર ભારતની માર્કેટમાં પણ પડી રહી છે. ૨૨ એપ્રિલે તોલાદીઠ એક લાખ રૂપિયાનો ભાવ વટાવ્યા બાદથી ગઈ કાલે મુંબઈમાં ૨૪ કૅરૅટ સોનાના ભાવમાં મામૂલી ૪૪ રૂપિયાનો વધારો નોંધાયો હતો. ગઈ કાલે ૨૪ કૅરૅટ સોનાનો તોલાદીઠ ભાવ ૯૭,૭૦૦ રૂપિયા તો બાવીસ કૅરૅટ સોનાનો ભાવ ૮૯,૮૦૦ રૂપિયા નોંધાયો હતો. અક્ષયતૃતીયામાં સોનાની ખરીદી થતી હોય છે એટલે સોનાના ભાવમાં થોડો વધારો રહેવાનો અંદાજ છે. મુંબઈમાં ચાંદીનો ભાવ ૨૮ એપ્રિલે ૧,૦૦,૫૦૦ રૂપિયા રહ્યો હતો એમાં ગઈ કાલે કોઈ ફેરફાર નહોતો થયો. જોકે ૨૭ એપ્રિલે ચાંદીમાં ૧૪૦૦ રૂપિયાનું ગાબડું પડ્યું હતું.