02 August, 2024 01:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જુલાઈમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)ના વપરાશમાં ૩૫ ટકા વધારો થયો છે. ગયા વર્ષે જુલાઈમાં UPIના વપરાશ સામે આ વર્ષે જુલાઈમાં ઘણો વધારો થયો છે. એટલું જ નહીં, જૂનમાં ૨૦.૦૭ લાખ કરોડ રૂપિયાનાં ટ્રાન્ઝૅક્શન થયાં હતાં એની સામે જુલાઈમાં ૨૦.૬૪ લાખ કરોડ રૂપિયાનાં ટ્રાન્ઝૅક્શન થયાં છે. જૂનમાં ૧૩.૮૯ બિલ્યન વખત ટ્રાન્ઝૅક્શન થયાં હતા એની સામે જુલાઈમાં ૧૪.૪૪ બિલ્યન ટ્રાન્ઝૅક્શન થયાં હતાં અને એમાં પણ ૪ ટકાનો વધારો નોંધાયો છે. એક મહિનાનાં ટ્રાન્ઝૅક્શન સામે એક દિવસનાં ઍવરેજ ટ્રાન્ઝૅક્શન જૂનમાં ૪૬૩ મિલ્યન હતાં અને જુલાઈમાં ૪૭૭ મિલ્યન થયાં છે. આ ટ્રાન્ઝૅક્શનમાં UPI દ્વારા એક દિવસમાં ઍવરેજ ૬૬,૫૯૦ રૂપિયાની આપ-લે થઈ છે. ભારતની આ પેમેન્ટ્સ સિસ્ટમને હવે દુનિયાના ઘણા દેશો અપનાવી રહ્યા છે. પૅરિસ બાદ હવે UAEની સુપર માર્કેટ ચેઇન અલ માયાએ પણ ગયા મહિને UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવાનું શરૂ કર્યું છે.