દેશના આ નાણાં પ્રધાનને એક પણ વાર નહોતી મળી બજેટ રજૂ કરવાની તક, જાણો વિગત

01 February, 2023 01:00 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ જો આપણે ભારતના પ્રથમ બજેટની વાત કરીએ તો તેની શરૂઆત બ્રિટિશ કાળમાં થઈ હતી

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) આજે ગણતરીના કલાકો બાદ સંસદમાં સામાન્ય બજેટ (Union Budget 2023) રજૂ કરશે. દરેક લોકો આ બજેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વિશ્વભરમાં સર્જાયલી આર્થિક ભીંસ અને છટણીના સમયમાં વિવિધ વર્ગના લોકોને નાણાં પ્રધાન પાસેથી જુદી-જુદી અપેક્ષાઓ છે.

એવું માનવામાં આવે છે કે નાણાં પ્રધાન બજેટમાં લોકોને ગમે તેવી જાહેરાતો કરી શકે છે, પરંતુ આજે રજૂ થનારા બજેટ (Budget)થી કંઈક અલગ જ વાત કરીશું. અમે તમને બજેટ સંબંધિત કેટલીક એવી માહિતી આપીશું, જેના વિશે તમે અત્યાર સુધી ભાગ્યે જ સાંભળ્યું કે વાંચ્યું હશે.

ભારતનું પ્રથમ બજેટ બીજા દેશમાં રજૂ કરવામાં આવ્યું હતું

સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ જો આપણે ભારતના પ્રથમ બજેટની વાત કરીએ તો તેની શરૂઆત બ્રિટિશ કાળમાં થઈ હતી. ભારતનું પ્રથમ બજેટ 7 એપ્રિલ 1860ના રોજ બ્રિટનમાં રજૂ થયું અને પસાર થયું. ત્યારબાદ ફાઇનાન્સ મેમ્બર જેમ્સ વિલ્સન દ્વારા તેની રજૂઆત કરવામાં આવી હતી.

કેસી નિયોગીને ક્યારેય બજેટ રજૂ કરવાની તક મળી નથી

જો સ્વતંત્ર ભારતના બજેટની વાત કરીએ તો અત્યાર સુધી એક જ નાણાં પ્રધાન એવા છે જે બજેટ રજૂ કરી શક્યા નથી. તે નાણાં પ્રધાન કેસી નિયોગી (Finance Minister KC Neogy) હતા. તેઓ એકમાત્ર એવી વ્યક્તિ છે જે નાણાં પ્રધાન રહ્યા, પરંતુ બજેટ રજૂ કરી શક્યા ન હતા. હકીકતમાં તેઓ 1948માં માત્ર 35 દિવસ માટે નાણાં પ્રધાનના પદ પર હતા. તેમની પછી જોન મથાઈને ભારતના ત્રીજા નાણાં પ્રધાન બનાવવામાં આવ્યા. આ પછી તેમણે બજેટ રજૂ કર્યું હતું.

આ પણ વાંચો: જ્યારે બજેટમાં થઈ હતી મેરિડ અને અનમેરિડ માટે અલગ-અલગ ટેક્સની જોગવાઈ

આ નાણામંત્રીએ સૌથી વધુ વખત બજેટ રજૂ કર્યું છે

તમને જાણીને નવાઈ લાગશે કે સ્વતંત્ર ભારતમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકૉર્ડ મોરારજી દેસાઈના નામે છે. મોરારજી દેસાઈએ નાણાં પ્રધાન તરીકે દસ વખત દેશનું બજેટ રજૂ કર્યું છે, જેમાં આઠ સામાન્ય બજેટ અને બે વચગાળાના બજેટનો સમાવેશ થાય છે.

national news finance ministry union budget nirmala sitharaman