સરકારી બૅન્કોમાં ઉચ્ચ હોદ્દામાં કાર્યકાળની મુદત બમણી થઈને ૧૦ વર્ષ કરવામાં આવી

19 November, 2022 01:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૬૦ વર્ષની વયમર્યાદાને આધીન સરકારે નવા નિયમ જાહેર કર્યા

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

જાહેર ક્ષેત્રની બૅન્કોના સીઈઓ અને એમડીનો મહત્તમ કાર્યકાળ વધારીને ૧૦ વર્ષ કરવામાં આવ્યો છે, જે સરકારને બૅન્કિંગ ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રતિભા જાળવી રાખવામાં મદદ કરશે.
સરકારી સૂચના મુજબ નિમણૂક માટેની મુદત ૬૦ વર્ષની વયમર્યાદાને આધીન અગાઉનાં પાંચ વર્ષથી વધારીને ૧૦ વર્ષ કરવામાં આવી છે.
અગાઉ જાહેર ક્ષેત્રની અન્ડરટેકિંગ (પીએસયુ) બૅન્કના એમડી અથવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મહત્તમ પાંચ વર્ષ અથવા ૬૦ વર્ષ બેમાંથી જે વહેલું હોય એ માટે પાત્ર હતા. આ તમામ સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસના સંપૂર્ણ સમયના ડિરેક્ટર્સ માટે પણ લાગુ પડે છે.
મૅનેજિંગ ડિરેક્ટર સહિત સંપૂર્ણ સમયના ડિરેક્ટર, તેમનો સંપૂર્ણ સમય રાષ્ટ્રીયકૃત બૅન્કની બાબતોમાં સમર્પિત કરશે અને આવી પ્રારંભિક મુદત માટે પાંચ વર્ષથી વધુ ન હોય અને પ્રારંભિક મુદત સહિત કુલ સમયગાળા સુધી લંબાવી શકાશે નહીં. કેન્દ્ર સરકાર, રિઝર્વ બૅન્ક સાથે પરામર્શ કર્યા
પછી સ્પષ્ટ કરી શકે છે અને પુનઃ નિયુક્તિ માટે લાયક રહેશે એમ પણ જણાવ્યું હતું.

business news