18 February, 2023 12:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતીય રૂપિયામાં ડૉલર સામે ઘસારો ચાલુ છે અને સપ્તાહના અંતિમ દિવસે રૂપિયો ૧૦ પૈસા નબળો પડ્યો હતો. આગામી સપ્તાહે રૂપિયામાં ૮૩ની સપાટી જોવા મળે એવી પણ આશંકા સેવાઈ રહી છે. જોકે એનો મોટો આધાર ફેડ ઉપર રહેલો છે.
રૂપિયો ડૉલર સામે શુક્રવારે ૮૨.૮૦૫૦ પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન વધુ નબળો પડીને ૮૫૫૦ સુધી પહોંચીને છેલ્લે ૮૨.૮૩ પર બંધ રહ્યો હતો જે આગલા દિવસે ૮૨.૭૨૭૫ પર બંધ રહ્યો હતો.
સેન્સેક્સમાં સુધારો હોવા છતાં ડૉલર ઇન્ડેક્સ મજબૂત બન્યો હોવાથી રૂપિયામાં ઘસારો જોવાયો હતો. અમેરિકાના ઇકૉનૉમી ડેટા સારા આવતાં અને ફેડરલ રિઝર્વ બૅન્કની કમેન્ટ બાદ ડૉલર છ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હોવાથી રૂપિયામાં ઘસારો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં રૂપિયો ૮૩ના લેવલે પહોંચે એવી શક્યતા નકારી શકાય એમ નથી.