જીએસટી રિટર્નની ઑટોમૅટિક સ્ક્રૂટિનીની સિસ્ટમ લૉન્ચ કરાઈ

12 May, 2023 02:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ નવી સિસ્ટમ-મૉડ્યુલ અધિકારીઓને ડેટા ઍનલિટિક્સમાં મદદ કરશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇન્ડાયરેક્ટ ટૅક્સ અને કસ્ટમ્સ વિભાગે જીએસટી રિટર્નની ઑટોમૅટિક સ્ક્રૂટિની માટે એક મૉડ્યુલ બહાર પાડ્યું છે. નાણામંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ મૉડ્યુલ અધિકારીઓને ડેટા ઍનલિટિક્સ અને સિસ્ટમ દ્વારા ઓળખવામાં આવેલાં જોખમોના આધારે પસંદ કરાયેલ કેન્દ્ર પ્રશાસિત કરદાતાઓના જીએસટી રિટર્નની ચકાસણી હાથ ધરવા સક્ષમ બનાવશે.

મૉડ્યુલમાં રિટર્ન સાથે સંકળાયેલાં જોખમોની વિસંગતતાઓ કર અધિકારીઓને દર્શાવવામાં આવે છે. કર અધિકારીઓને જીએસટીના કૉમન પોર્ટલ દ્વારા કરદાતાઓ સાથે વાતચીત કરવા માટે એક વર્કફ્લો પ્રદાન કરવામાં આવે છે જેથી નોંધવામાં આવેલી વિસંગતતાઓ દૂર થઈ શકે. આ સ્વચાલિત રિટર્ન સ્ક્રૂટિની મૉડ્યુલનો અમલ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે જીએસટી રિટર્નની ચકાસણી સાથે શરૂ થયો છે અને આ હેતુ માટે જરૂરી ડેટા પહેલાંથી જ અધિકારીઓના ડેશબોર્ડ પર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, એમ નિવેદનમાં ઉમેરવામાં આવ્યું છે. 

business news goods and services tax