09 June, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મેહુલ ચોકસી
સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)એ ગીતાંજલિ જેમ્સના શૅરોમાં ઇનસાઇડર ટ્રેડિંગના નિયમોના ઉલ્લંઘનના મામલે ૨.૧૦ કરોડ રૂપિયાની વસૂલી કરવા માટે ફરાર હીરાના વેપારી મેહુલ ચોકસીના બૅન્ક-અકાઉન્ટ, શૅરો અને મ્યુચ્યુઅલ ફન્ડને જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. સેબી દ્વારા આ પગલું ૧૫ મેએ મેહુલ ચોકસીને મોકલવામાં આવેલી એક નોટિસ બાદ ઉઠાવવામાં આવ્યું છે, જેમાં ૧૫ દિવસમાં ચુકવણી ન કરવા પર સંપત્તિની સાથે બૅન્ક-અકાઉન્ટ પણ જપ્ત કરવાની ચેતવણી આપવામાં આવી હતી. મેહુલ ચોકસી દ્વારા ગીતાંજલિ જેમ્સ લિમિટેડના શૅરોમાં ઇનસાઇડર ટ્રેડિંગના નિયમોના ઉલ્લંઘન મામલે જાન્યુઆરી ૨૦૨૨માં SEBI દ્વારા લગાવવામાં
આવેલા દંડની ચુકવણી નહોતી કરવામાં આવી ત્યાર બાદ આ નોટિસ જાહેર કરવામાં આવી હતી.