SEBIએ NSEને ડેરિવેટિવ્ઝ કૉન્ટ્રૅક્ટ્સની એક્સપાયરી મંગળવાર કરવાની મંજૂરી આપી

20 June, 2025 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૉન્ગ ડેટેડ ઇન્ડેક્સ ઑપ્શન્સ આમાં અપવાદ રહેશે અને એનો એક્સપાયરી ડે સ્ટૉક એક્સચે​ન્જિસ ભૂતકાળમાં જે રીતે બદલતાં હતાં એ રીતે યોગ્ય રીતે બદલશે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) ઇક્વિટી ડેરિવેટિવ્ઝ કૉન્ટ્રૅક્ટ માટેની એક્સપાયરી ડેટ (સમાપ્તિ દિવસ) ગુરુવારને બદલે મંગળવાર રાખવા સંમત થયું છે એમ નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)એ અખબાર જોગી યાદીમાં જણાવ્યું હતું.

સમાપ્તિ દિવસ વર્તમાન ગુરુવારથી મંગળવાર કરવામાં આવશે એટલે નીચેની બાબતો પર ધ્યાન આપવાનું રહેશે.

જે કૉન્ટ્રૅક્ટ્સ દાખલ કરાઈ ચૂક્યા છે એમનો એક્સપાયરી ડે બદલવામાં આવશે નહીં. જોકે લૉન્ગ ડેટેડ ઇન્ડેક્સ ઑપ્શન્સ આમાં અપવાદ રહેશે અને એનો એક્સપાયરી ડે સ્ટૉક એક્સચે​ન્જિસ ભૂતકાળમાં જે રીતે બદલતાં હતાં એ રીતે યોગ્ય રીતે બદલશે.

નવા કૉન્ટ્રૅક્ટ્સ માટે ૩૧ ઑગસ્ટે કે એ પહેલાં સમાપ્ત થતા કૉન્ટ્રૅક્ટ્સની એક્સપાયરી ગુરુવાર ચાલુ રહેશે. ૨૦૨૫ની ૧ સપ્ટેમ્બર બાદ પૂરા થતા કૉન્ટ્રૅક્ટ્સની એક્સપાયરી મંગળવાર રહેશે. વધુમાં ૨૦૨૫ની ૧ સપ્ટેમ્બરથી દરેક માસિક કૉન્ટ્રૅક્ટ મહિનાના છેલ્લા મંગળવારે સમાપ્ત થશે એમ NSEએ જણાવ્યું હતું.

sebi national stock exchange share market stock market finance news business news