એસબીઆઇએ સિંગાપોર સાથે ભીમ આધારિત રિયલ ટાઇમ ટ્રાન્ઝૅક્શનની છૂટ આપી

23 February, 2023 10:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્ને ઍપનું લિન્કેજ એ બન્ને દેશો વચ્ચે ક્રૉસ બૉર્ડર પેમેન્ટ્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્‍‍નરૂપ છે

એસબીઆઇએ સિંગાપોર સાથે ભીમ આધારિત રિયલ ટાઇમ ટ્રાન્ઝૅક્શનની છૂટ આપી

યુપીઆઇ પ્લૅટફૉર્મનો ઉપયોગ કરીને ભારત અને સિંગાપોર વચ્ચે રિયલ ટાઇમ પેમેન્ટ સિસ્ટમ લિન્કેજ સ્થાપિત થયાના એક દિવસ પછી, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ક્રૉસ બૉર્ડર પેમેન્ટ્સ માટે શહેર રાજ્યની ઑનલાઇન ચુકવણી સિસ્ટમ પેનાઉ સાથે ભાગીદારીની જાહેરાત કરી.

આ સુવિધા એસબીઆઇની ભીમ એસબીઆઇપે મોબાઇલ ઍપ્લિકેશન દ્વારા આપવામાં આવે છે અને લિન્કેજ રજિસ્ટર્ડ મોબાઇલ નંબરો દ્વારા ભારતમાંથી સિંગાપોર અને યુપીઆઇ આઇડીનો ઉપયોગ કરીને સિંગાપોરથી ભારતમાં ફન્ડ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપશે, એમ બૅન્કે એક નિવેદનમાં જણાવ્યું હતું.

બન્ને ઍપનું લિન્કેજ એ બન્ને દેશો વચ્ચે ક્રૉસ બૉર્ડર પેમેન્ટ્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્‍‍નરૂપ છે અને પહેલ ઝડપી, સસ્તી અને વધુ પારદર્શક ક્રૉસ બૉર્ડર પેમેન્ટ્સ ચલાવવાની G20ની પ્રાથમિકતાઓ સાથે નજીકથી સંરેખિત છે. 

business news state bank of india singapore