ઊર્જાસંકટને લીધે ડૉલર સામે રૂપિયામાં ઘટાડો ૯૪.૭૦ના રેકૉર્ડ નીચા સ્તરે પહોંચ્યો

28 March, 2026 08:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા મહિને યુદ્ધ શરૂ થયા પછી એમાં લગભગ ૪ ટકા ઘટાડો થયો છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

મિડલ ઈસ્ટમાં યુદ્ધથી ઉદ્ભવેલી ઊર્જાપુરવઠાની કટોકટીની ચિંતાઓથી ગઈ કાલે ભારતીય રૂપિયો અમેરિકન ડૉલર સામે ૯૪ રૂપિયાના વિક્રમી નીચા સ્તરે પહોંચી ગયો હતો. રૂપિયો ડૉલરદીઠ ૦.૭૫ ટકા ઘટીને ૯૪.૭૦ પર પહોંચી ગયો હતો અને આ અઠવાડિયાની શરૂઆતમાં ૯૩.૯૮ના એના અગાઉના સર્વકાલીન નીચા સ્તરને પણ પાછળ છોડી દીધો હતો. ગયા મહિને યુદ્ધ શરૂ થયા પછી એમાં લગભગ ૪ ટકા ઘટાડો થયો છે અને ૨૦૨૫ની ૩૧ માર્ચથી ૧૦ ટકાથી વધુ ઘટાડો થયો છે.

છેલ્લો તુલનાત્મક ઘટાડો ૨૦૧૧-’૧૨માં થયો હતો, જ્યારે યુરો ઝોનના દેવાના સ્તરો અને ભારતના બાહ્ય ક્ષેત્રમાં નબળાઈને કારણે વૈશ્વિક રિસ્ક-ઑફ ચિંતાઓએ રૂપિયાને લગભગ ૧૪ ટકા નીચે ધકેલી દીધો હતો.

business news indian rupee middle east crisis iran israel united states of america