Rakesh Jhunjhunwala:ચાર્ટર્ડ એકાઉન્ટન્ટથી લઈ શેર બજારના જાદુગરના બનવા સુધીની કહાની

14 August, 2022 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાકેશ ઝુનઝુનવાલાનો જન્મ વર્ષ 1960માં મુંબઈમાં થયો હતો. તેના પિતા આવકવેરા વિભાગમાં નોકરી કરતા હતા. આ સાથે તેમના પિતા પણ શેરબજારમાં પૈસા રોકતા હતા.રાકેશ ઝુનઝુનવાલાએ 1985માં ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયામાંથી સીએનો કોર્સ કર્યો હતો.

રાકેશ ઝુનઝુનવાલા

દેશના સૌથી સફળ રોકાણકારોમાંથી એક અને દિગ્ગજ ઉદ્યોગપતિ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh jhunjhunwala)નું આજે સવારે નિધન થયું છે. તેમણે મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. આ પહેલા તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોકટરો તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેનો જીવ બચાવી શકાયો ન હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે મલ્ટિ-ઓર્ગન ફેલ્યર થવાને કારણે તેમનું મોત થયું હતું. તેમની તબિયત બગડ્યા બાદ જ તેમને ગઈકાલે સાંજે મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પિતાએ પૈસા આપવાની ના પાડી હતી
રાકેશ ઝુનઝુનવાલાનો જન્મ વર્ષ 1960માં મુંબઈમાં થયો હતો. તેના પિતા આવકવેરા વિભાગમાં નોકરી કરતા હતા. આ સાથે તેમના પિતા પણ શેરબજારમાં પૈસા રોકતા હતા.રાકેશ ઝુનઝુનવાલાએ 1985માં ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયામાંથી સીએનો કોર્સ કર્યો હતો. પિતાની જેમ તેને પણ શેરબજારમાં પૈસા રોકવાનો શોખ હતો.

જ્યારે તેણે બજારમાં રોકાણ કરવા માટે પૈસા માંગ્યા ત્યારે તેના પિતાએ ના પાડી. આ પછી વર્ષ 1985માં શેરબજારમાં પહેલું પગલું ભર્યું હતું.રાકેશ ઝુનઝુનવાલાએ માત્ર 5 હજાર રૂપિયાથી શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. ટાટાના શેરમાં નાણાં રોકીને તેઓ માર્કેટ કિંગ બન્યા. પાછળથી તે બજારના `બિગ બુલ` તરીકે ઓળખાવા લાગ્યા. તેને બજારના જાદુગર માનવામાં આવતા હતા.

ટાટાના શેરમાં મોટો વધારો થયો
રાકેશ ઝુનઝુનવાલાએ શેરબજારમાં પ્રવેશ્યા બાદ વર્ષ 1986માં પ્રથમ નફો મેળવ્યો હતો. તેમની પ્રથમ કમાણી ટાટાના શેરમાંથી આવી હતી. માત્ર 43 રૂપિયામાં ટાટા ટીનો એક શેર ખરીદીને તેણે તેને 143 રૂપિયામાં વેચી દીધો. આ પછી, તે ધીમે ધીમે બજારના મોટા રાજા તરીકે ઉભરી આવે છે. 1986 થી 89 સુધી તેણે શેરબજારમાંથી જબરદસ્ત કમાણી કરી. આ પછી વર્ષ 2003માં ફરી એકવાર ટાટા કંપનીમાં વિશ્વાસ વ્યક્ત કરતા તેણે ટાઈટન કંપનીમાં પૈસા રોક્યા, ત્યાર પછી તેમની કિસ્મત બદલાઈ ગઈ. તે સમયે રાકેશ ઝુનઝુનવાલાએ ટાઈટન કંપનીના શેર માત્ર 3 રૂપિયામાં ખરીદ્યા હતા, જેની કિંમત પ્રતિ શેર 2,472 રૂપિયા છે.

ભારતના 50 સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ
ફોર્બ્સ દર વર્ષે વિશ્વના સૌથી અમીર લોકોની યાદી જાહેર કરે છે, જેમાં રાકેશ ઝુનઝુનવાલાનું નામ પણ સામેલ છે. તેઓ ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિઓની યાદીમાં સામેલ છે. તેઓ ભારતના 36મા સૌથી અમીર વ્યક્તિ હતા. તેમની કુલ સંપત્તિ 40 હજાર કરોડ રૂપિયા છે. તેમને ભારતના વોરેન બફેટ કહેવામાં આવે છે. આજના સમયમાં, તેની પ્રોફાઇલમાં ટીવી18, ડીબી રિયલ્ટી, ઇન્ડિયન હોટેલ્સ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, એસ્કોર્ટ્સ લિમિટેડ, ટાઇટન વગેરે જેવી ઘણી કંપનીઓનો સમાવેશ થાય છે.

ટાટા અકાસા એરલાઈન્સ સાથે સ્પર્ધા કરે છે
ઝુનઝુનવાલાએ થોડા દિવસો પહેલા પોતાની એરલાઇન શરૂ કરી હતી, જેનું નામ અકાસા એર છે. રસપ્રદ વાત એ છે કે આ એરલાઈન દ્વારા તે દેશની સૌથી મોટી એવિએશન સેક્ટરની કંપની ટાટાને ટક્કર આપવા જઈ રહ્યો હતો. તાજેતરમાં ટાટાએ એર ઈન્ડિયાને પણ ખરીદી લીધી છે. આવી સ્થિતિમાં ટાટા અને અકાસા એર વચ્ચે સીધી સ્પર્ધા થવાની હતી.

national news rakesh jhunjhunwala stock market business news