09 December, 2022 12:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં આવતા સપ્તાહે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વૈજ્ઞાનિક પંજાબ દખે કહ્યું કે મહારાષ્ટ્રમાં ૧૧થી ૧૬ ડિસેમ્બર દરમ્યાન વરસાદ પડવાની આગાહી છે.
અંદાજ અનુસાર ઉત્તરી મહારાષ્ટ્ર અને પશ્ચિમી વિદર્ભમાં વરસાદ પડશે. તેમણે કહ્યું કે ૧૪ અને ૧૫ ડિસેમ્બરે મુશળધાર વરસાદ રાજ્યમાં પડી શકે છે.
પરિણામે કૃષિ પેદાશોને નુકસાન થવાની ચિંતા છે.
બીજી બાજુ ઉત્તર અને મધ્ય તામિલનાડુમાં મુશળધાર વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. મનડુસ તોફાન આઠ અને નવ ડિસેમ્બરે તામિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશમાં વરસાદ લાવી શકે છે. તામિલનાડુના તટીય ક્ષેત્રો અને આંધ્ર પ્રદેશમાં દક્ષિણ તટના વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી શકે છે.
મનડુસ તોફાનને લીધે ચેન્નઈ, નાગપટ્ટીનમ, કુડ્ડાલોર, પૉન્ડિચેરી, કરાઇકલ, તામ્બરમ, કાંચીપુરમ, વેલ્લોર, તિરુવલ્લુર, તુરિવંલાલ, મયિલાડુથુરઈ, પુદુક્કોટ્ટઈ, થાંજાપુર, ત્રિચી, પેરંબુર, વિલુપ્પુરમ સામે વધુ જોખમ છે, કારણ કે તોફાનના માર્ગમાં આ વિસ્તારો આવે છે. પરિણામે આ વિસ્તારોમાં ઊગતાં કઠોળના પાકને નુકસાન થાય છે કે નહીં એના પર વેપારીઓની નજર રહેશે.