કાચા તેલમાં આવી નરમાશ, જાણો કેટલા ઘટ્યા પેટ્રોલ, ડીઝલના ભાવ

02 May, 2019 03:26 PM IST  |  ન્યૂ દિલ્હી

કાચા તેલમાં આવી નરમાશ, જાણો કેટલા ઘટ્યા પેટ્રોલ, ડીઝલના ભાવ

પેટ્રોલ-ડીઝલ

કાચા તેલમાં નરમાશના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ગુરૂવારે ઘટાડો જોવા મળ્યો છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવના લીધે સામાન્ય માણસને રાહત મળી છે. દિલ્હી, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલ 6 પૈસા જ્યારે કોલકાત્તામાં 7 પૈસા પ્રતિ લીટર સસ્તુ થઈ ગયું છે. જ્યાં ડીઝલની વાત કરીએ તો એના ભાવ દિલ્હી અને ચેન્નઈમાં 5 પૈસા જ્યારે કોલકાત્તા અને મુંબઈમાં 6 પૈસા પ્રતિ લીટર ઘટી ગયા છે. બુધવારે જોકે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ બદલાવ થયો નથી.

આ પણ વાંચો : એપ્રિલમાં જીએસટીનું કલેક્શન 1.13 લાખ કરોડ રૂપિયાની સપાટીએ

માહિતી મુજબ પેટ્રોલના ભાવ ઘટીને દિલ્હીમાં 73.07 રૂપિયા, કોલકાત્તામાં 75.08 રૂપિયા, મુંબઈમાં 78.64 અને ચેન્નઈમાં 75.84 પેટ્રોલના પ્રતિ લીટર થઈ ગયા છે. એજ રીતે ડીઝલના ભાવ દિલ્હીમાં 66.66 રૂપિયા, કોલકાત્તામાં 68.39 રૂપિયા, મુંબઈમાં 69.77 રૂપિયા અને ચેન્નઈમાં 70.39 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે.

કાચા તેલમાં આવી નરમાશ

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કમીના લીધે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી રહ્યા છે. અમેરિકામાં વીતેલા સપ્તાહમાં કાચા તેલનો ભંડારો વધવાના રિપોર્ટ બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં નરમ વલણ છે. પરંતુ જાણકારોની માનીએ તો કાચા તેલની કિંમત મર્યાદિત દાયરામાં રહેશે કારણકે ઈરાન અને વેનેઝુએલાથી તેલના પુરવઠામાં અવરોધ થવાથી વિશ્વમાં તેલના પુરવઠામાં થનારી કમીની ભરપાઈને લઈને મૂંઝવણની સ્થિતિ અખંડ છે.

news