23 June, 2026 05:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
Paytm એ Paytm UPI ઓટોમેટિક પેમેન્ટ્સ માટે Labels ફીચર રજૂ કર્યું છે, જે વપરાશકર્તાઓને રિકરિંગ પેમેન્ટ્સને વધુ સરળતાથી ઓળખવા અને મેનેજ કરવામાં મદદ કરશે. એક જ મર્ચન્ટ સાથે જોડાયેલા વિવિધ રિકરિંગ પેમેન્ટ્સને સરળતાથી ઓળખી શકાશે તેમજ વધુ સ્પષ્ટતા સાથે સબ્સ્ક્રિપ્શન્સનું સંચાલન કરી શકાશે, જેના કારણે ભૂલથી કોઈ મૅન્ડેટ કેન્સલ થવાની શક્યતા પણ ઘટશે.
ડિજિટલ સબ્સ્ક્રિપ્શન્સના વધતા ઉપયોગ વચ્ચે ઘણા વપરાશકર્તાઓ માટે એક જ મર્ચન્ટના નામ હેઠળ દેખાતા વિવિધ ઓટોમેટિક પેમેન્ટ્સને ઓળખવું મુશ્કેલ બનતું હતું. ઉદાહરણ તરીકે, Google Play અથવા અન્ય પ્લેટફોર્મ મારફતે લેવામાં આવેલી અલગ-અલગ સેવાઓના પેમેન્ટ્સ ઘણી વખત એકસરખા મર્ચન્ટ નામ સાથે દેખાતા હોવાથી કયું પેમેન્ટ કઈ સેવા સાથે જોડાયેલું છે તે સમજવું સરળ રહેતું નથી. Paytmનું નવું Labels ફીચર વપરાશકર્તાઓને દરેક મૅન્ડેટને અલગ નામ આપવાની સુવિધા આપે છે, જેના કારણે સબ્સ્ક્રિપ્શન્સને ઓળખવા અને મેનેજ કરવા વધુ સરળતા રહેશે. Paytmના પ્રવક્તાએ જણાવ્યું, “Labels ફીચર વપરાશકર્તાઓને વધુ સ્પષ્ટતા અને નિયંત્રણ આપે છે. વધતા સબ્સ્ક્રિપ્શન પેમેન્ટ્સ વચ્ચે અનેક મૅન્ડેટ્સનું સંચાલન વધુ સરળ બને છે.”