15 April, 2022 03:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દેશની ટોચની ૩૦૦ લિસ્ટેડ કંપનીઓમાંથી માત્ર ૭૮ કંપનીઓએ છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષમાં તેમની પર્યાવરણીય, સામાજિક અને શાસન જોગવાઈઓ હેઠળ નેટ ઝીરો કાર્બન એમિસન્સ સ્થિતિ હાંસલ કરવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા જાહેર કરી હતી એમ બુધવારે એક અહેવાલમાં જણાવાયું હતું.
કૅર ઍડ્વાઇઝરી રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષમાં ૧૧ મુખ્ય ક્ષેત્રોમાં આ ૩૦૦ કંપનીઓના કૉર્પોરેટ ટકાઉપણાની જાહેરાતો આવરી લેવામાં આવી છે. આ કંપનીઓનું સંયુક્ત માર્કેટ કૅપિટલાઇઝેશન ૨૨૧ લાખ કરોડ રૂપિયા અથવા ટોચની એક હજાર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કૅપના ૯૦ ટકા છે.
આ ટોચની ૩૦૦ કંપનીઓમાં ૨૦૨૦ની તુલનાએ જાહેર કર્યું હોય એવી સંખ્યા બમણી થઈ ગઈ છે, જ્યારે ૨૦૧૯ની તુલનાએ ચાર ગણી છે.