દેશમાંથી કાંદાની નિકાસ ૧૧ મહિનામાં ૬૯ ટકા વધી

26 April, 2023 02:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશમાંથી કાંદાની નિકાસ મુખ્યત્વે ગલ્ફ દેશો અને બાંગલાદેશમાં પણ થઈ છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

દેશમાંથી કાંદાની નિકાસમાં વીતેલા નાણાકીય વર્ષના પહેલા ૧૧ મહિના દરમ્યાન નોંધપાત્ર વૃ​દ્ધિ જોવા મળી છે. કાંદાના નીચા ભાવને કારણે નિકાસમાં પૅરિટી સારી હોવાથી નિકાસ વેપારો વધ્યા હોવાનું બજારનાં સૂત્રોએ જણાવ્યું હતું.

કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાંથી એપ્રિલ ૨૦૨૨થી ફેબ્રુઆરી ૨૦૨૩ દરમ્યાન કાંદાની કુલ ૨૨.૭ લાખ ટનની નિકાસ થઈ છે જે ગયા વર્ષે આ સમય ગાળામાં ૧૩.૪ લાખ ટનની થઈ હતી. આમ નિકાસમાં ૬૮.૮૦ ટકાનો વધારો થયો છે. દેશમાંથી કાંદાની નિકાસ મુખ્યત્વે ગલ્ફ દેશો અને બાંગલાદેશમાં પણ થઈ છે.

દેશમાં ચાલુ વર્ષે કાંદાનો સારો પાક અને ભાવ બહુ જ નીચા હોવાથી નિકાસ વેપારો વધ્યા હતા. કાંદાના ભાવ અત્યારે પણ કિવન્ટલના ૩૦૦થી ૧૦૦૦ રૂપિયાની વચ્ચે ક્વૉલિટી મુજબ ચાલી રહ્યા છે. કાંદાના નીચા ભાવને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન છે, પંરતુ દેશમાંથી નિકાસ વધી હોવાથી સરેરાશ બજારો વધુ ઘટતાં અટક્યાં હતાં.

business news onion prices commodity market