નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શૅરબજાર, ૪થી ૮ ઑગસ્ટ મહત્ત્વનો ટર્નિંગ

06 August, 2025 06:58 AM IST  |  Mumbai | Ashok Trivedi

ટ્રમ્પનાં સ્ટેટમેન્ટ પર નજર રાખવી; કારણ કે સવાર, બપોર, સાંજ અને અડધી રાતે તેમનાં બયાનો અલગ-અલગ હોય છે જેની અસર બજાર પર પડતી જોવાય છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૬૦૧.૪૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૨૨૩.૨૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૪,૬૨૭.૨૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૫૮૫.૬૭ પૉઇન્ટના નેટ ઘટાડે ૮૦,૫૯૯.૯૧ બંધ રહ્યો. ઉપરમાં ૮૧,૩૦૦, ૮૧,૬૧૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૮૦,૪૯૫ નીચે ૮૦,૩૫૪ સપોર્ટ તૂટે તો ૮૦,૧૨૦, ૭૯,૭૪૦, ૭૯,૩૪૦, ૭૮,૯૬૮ સુધીની શક્યતા. ૦૪થી ૦૮ ઑગસ્ટ ગેઇનના ટર્નિંગના દિવસો ગણાય. આ દિવસોના ઊચા-નીચા ભાવોનો સ્ટૉપલૉસ તરીકે ઉપયોગ કરી શકાય. ટ્રમ્પનાં સ્ટેટમેન્ટ પર નજર રાખવી; કારણ કે સવાર, બપોર, સાંજ અને અડધી રાતે તેમનાં બયાનો અલગ-અલગ હોય છે જેની અસર બજાર પર પડતી જોવાય છે.

 નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (VOLUME = પૅટર્નની રચના થતાં પહેલાં હેવી વૉલ્યુમે સીધી વધઘટ જોવા મળતી હોય છે. જેમ-જેમ પૅટર્ન આકાર પામતી જાય તેમ-તેમ વૉલ્યુમ ઘટતું જાય છે. અપટ્રેન્ડમાં જ્યારે અપરટ્રેન્ડ લાઇનમાંથી ઉપર તરફ બ્રેકઆઉટ આવે ત્યારે પૅટર્ન પૂર્ણ થઈ ગણાય અને અપટ્રેન્ડ ફરી શરૂ થયાનો સંકેત મળે છે. ડાઉન ટ્રેન્ડમાં જ્યારે લોઅર ટ્રેન્ડલાઇનમાંથી નીચે તરફ બ્રેકઆઉટ આવે ત્યારે પૅટર્ન પૂર્ણ થઈ ગણાય અને ડાઉન ટ્રેન્ડ ફરી શરૂ થયાનો સંકેત મળે છે. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪,૯૨૮.૩૮ છે. જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.

ચોલામંડલમ (૧૪૨૨.૫૦) ૧૫૮૭.૦૧ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૫૮ ઉપર ૧૪૮9 પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૪૦૪ નીચે ૧૩૯૨, ૧૩૬૧ સુધીની શક્યતા.

આઇઆરસીટીસી (૭૧૯.૨૦) ૭૯૮.૬૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૩૪ ઉપર ૭૪૪ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૧૬ નીચે ૭૦૭, ૬૯૭, ૬૮૭ સુધીની શક્યતા.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૫,૭૯૪.૨૦) ૫૭,૮૪૯.૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૫,૮૨૦ ઉપર ૫૬,૦૦૦, ૫૬,૧૦૦, ૫૬,૫૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૫,૭૩૦ નીચે ૫૫,૫૨૮, ૫૫,૩૫૦ તૂટે તો ૫૫,૧૯૦, ૫૫,૦૦૦, ૫૪,૬૮૦, ૫૪,૩૭૦, ૫૪,૦૫૦, ૫૩,૭૩૦, ૫૩,૫૮૫ સુધીની શક્યતા.

નિફ્ટી ફ્યુચર (૨૪,૬૨૭.૨૦)

૨૫,૭૯૨.૪૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૭૩૦ ઉપર ૨૪,૮૦૦, ૨૪,૮૫૪, ૨૪,૯૩૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૪,૬૦૦ નીચે ૨૪,૫૭૫ તૂટે તો ૨૪,૫૦૦, ૨૪,૪૪૦, ૨૪,૪૧૦, ૨૪,૩૧૦, ૨૪,૦૭૦, ૨૩,૯૮૫ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

અદાની પોર્ટ (૧૩૪૭.૧૦)

૧૪૭૪ ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૭૧ ઉપર ૧૩૯૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૩૪૨ નીચે ૧૩૦૩, ૧૨૭૦ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

ગ્લેનમાર્ક ફાર્મા (૨૦૬૭.૮૦)

૨૨૮૪.૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૦૯૬ ઉપર ૨૧૨૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૦૫૩ નીચે ૨૦૩૨, ૧૯૭૦, ૧૯૨૦ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

nifty stock market share market bombay stock exchange national stock exchange irctc adani group business news