મુકેશ અંબાણીએ કોરોના મહામારી પર લખ્યું પુસ્તક,જણાવી સૌથી વિનાશકારી ઘટના

16 August, 2020 02:57 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મુકેશ અંબાણીએ કોરોના મહામારી પર લખ્યું પુસ્તક,જણાવી સૌથી વિનાશકારી ઘટના

મુકેશ અંબાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Reliance Industries)ના ચૅરમેન મુકેશ અંબાણી(Chairman Mukesh Ambani)એ શનિવારે કોરોના વાયરસ પર એક પુસ્તકના લોકાર્પણના અવસરે કહ્યું કે આધુનિક ઇતિહાસમાં કોવિડ-19 (Covid-19)સૌથી વિનાશકારી ઘટના છે અને આ વિરુદ્ધ લડાઇમાં વૈશ્વિક સ્તરે 'સહકાર અને સહયોગપૂર્ણ' પ્રયત્નોની જરૂરિયાત છે. અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી(Nita Ambani)એ જિયોમીટ(JioMeet) દ્વારા પુસ્તક 'ધ કોરોના વાયરસ: વ્હોટ યૂ નીડ ટૂ નો અબાઉટ ધ ગ્લોબલ પેન્ડેમિક'(The Coronavirus : what you need to know about the global pendemic)નું ઇ-લોકાર્પણ કર્યું.

આ પુસ્તક આંતરિક ચિકિત્સા વિશેષજ્ઞ ડૉ. સ્વપ્નિલ પરિખ, મનોવૈજ્ઞાનિક મહેરા દેસાઇ અને તંત્રિકા ચિકિત્સક ડૉ. રાજેશ એમ પારિખે લખ્યું છે અને પેન્ગ્વિન રેન્ડમ હાઉસે પ્રકાશિત કર્યું છે. આ પુસ્તકમાં આ મહામારીના ઇતિહાસ, વિકાસ, તથ્યો અને મિથ વિશે જણાવવામાં આવ્યું છે. આ અવસરે અંબાણીએ કહ્યું કે આમાં કોઇ શંકા નથી કે કોવિડ-19 મહામારી આધુનિક ઇતિહાસની સૌથી વિનાશકારી ઘટના છે. આ સાર્વજનિક સ્વાસ્થ્ય સંકટ અને અભૂતપૂર્વ આર્થિક સંકટ બન્ને છે.

મુકેશ અંબાણીએ ઇ-લોકાર્પણ દરમિયાન કહ્યું કે, "બધાં દેશ એકસાથે મળીને આ પરિણામ ભોગવી રહ્યા છે. તેથી વિશ્વને બધાંના સહયોગ અને સાથની જરૂરિયાત છે." નીતા અંબાણીએ કહ્યું કે મહામારીને કારણે આ સમય અભૂતપૂર્વ ભય, શોક અને અનિશ્ચિતતાનો રહ્યો અને આ પુસ્તક ખૂબ જ મહત્વપૂર્ણ અને સમ સામયિક છે.

mukesh ambani business news nita ambani coronavirus covid19