29 October, 2024 08:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઇન્ડોનેશિયામાં ક્રિપ્ટોકરન્સીના રોકાણકારોમાંથી ૬૦ ટકા કરતાં વધુ લોકો ૧૮થી ૩૦ વર્ષના નવયુવાનો છે. દેશના નિયમનકારના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં ક્રિપ્ટોકરન્સીના રોકાણકારોમાંથી ૨૬.૯ ટકા લોકો ૧૮થી ૨૪ વર્ષના અને ૩૫.૧ ટકા લોકો પચીસથી ૩૦ વર્ષના છે. આ યુવાનો સ્ટૉક્સ અને સોના જેવી પરંપરાગત ઍસેટ્સને બદલે હવે ડિજિટલ ઍસેટ્સમાં રોકાણ કરવાની ઉત્સુકતા ધરાવે છે.
દરમ્યાન વૈશ્વિક કિપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. બિટકૉઇન ૧.૨ ટકા વધીને ૬૮,૫૭૧ ડૉલર ટ્રેડ થઈ રહ્યો હતો. ઇથેરિયમમાં ૦.૭૮ ટકા, બાઇનૅન્સમાં ૧.૨૩ ટકા, રિપલમાં ૦.૨૯ ટકા, ડોઝકૉઇનમાં ૭.૭૨ ટકા વધારો થયો હતો, જ્યારે ટ્રોનમાં ૦.૯૧ ટકા, કાર્ડાનોમાં ૧.૩૨ ટકા અને સોલાનામાં ૦.૭૯ ટકા ઘટાડો નોંધાયો હતો.