06 June, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિપ્ટોકરન્સીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ન્યુ યૉર્કના ડિપાર્ટમેન્ટ ઑફ ફાઇનૅન્શ્યલ સર્વિસિસે મૂનપે નામની કંપનીને બિટ-લાઇસન્સ આપ્યું છે. વૈશ્વિક સ્તરે ક્રિપ્ટોકરન્સીમાં પેમેન્ટની સુવિધા પૂરી પાડનારી આ કંપનીને લાઇસન્સ મળી જવાથી હવે એ અમેરિકાનાં તમામ ૫૦ રાજ્યોમાં થર્ડ પાર્ટી ઇન્ટરમીડિયરી વગર કામકાજ કરી શકશે.
નોંધનીય છે કે અત્યાર સુધીમાં ૩૪ કંપનીઓને બિટ-લાઇસન્સ મળી ગયું છે, જેમાં કૉઇનબેઝ, સર્કલ, રૉબિનહુડ અને રિપલનો સમાવેશ થાય છે.
દરમ્યાન બુધવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટનું કૅપિટલાઇઝેશન ૦.૯૦ ટકા ઘટીને ૩.૩૨ ટ્રિલ્યન ડૉલર થયું હતું. બિટકૉઇન ૧,૦૫,૪૮૬ ડૉલર અને ઇથેરિયમ ૨૬૪૯ ડૉલર ટ્રેડ થઈ રહ્યા હતા.