‍BSE SME પ્લૅટફૉર્મ પર મોનાર્ક સર્વેયર્સ અને એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ લિસ્ટ થઈ

01 August, 2025 07:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કંપનીએ ૩૭.૫૦ લાખ નવા ઇક્વિટી શૅર્સ બુક બિલ્ડિંગ ઇશ્યુ દ્વારા ઑફર કર્યા હતા. કંપનીના શૅર ૨૫૦ રૂપિયાના ભાવે ઇશ્યુ કરીને કુલ ૯૩.૭૫ કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જની પ્રતીકાત્મક તસવીર

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના BSE SME પ્લૅટફૉર્મ પર ૫૯૬મી કંપની મોનાર્ક સર્વેયર્સ અને એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ લિમિટેડ લિસ્ટ થઈ છે. મુંબઈમાં હેડ ઑફિસ ધરાવતી આ કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના પ્રોજેક્ટ્સ જેવા કે રોડ્સ, રેલવે, મેટ્રોઝ, ટાઉન પ્લાનિંગ, જિયોસ્પાશિયલ, મૅપિંગ, સર્વે, ડિઝાઇન અને ટે​​ક્નિકલ, જમીન-સંપાદન, વૉટર ટ્રાન્સમિશન લાઇન, પાઇપ લાઇન્સ અને અન્ય સિવિલ પ્રોજેક્ટ્સની સંકલ્પનાથી લઈને કાર્યરત કરવા સંબંધિત કન્સલ્ટન્સી સર્વિસિસ પૂરી પાડે છે. શ્રી દત્તાત્રેય મોહનિરાજ કર્પે, સંજય ભાલચંદ્ર વિદ્વાન્સ, સુનીલ શ્રીકૃષ્ણભાલેરાવ અને ભારતેશ રાજકુમાર શાહ કંપનીના પ્રમોટરો છે.

કંપનીએ ૩૭.૫૦ લાખ નવા ઇક્વિટી શૅર્સ બુક બિલ્ડિંગ ઇશ્યુ દ્વારા ઑફર કર્યા હતા. કંપનીના શૅર ૨૫૦ રૂપિયાના ભાવે ઇશ્યુ કરીને કુલ ૯૩.૭૫ કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા. કંપનીનો IPO ૨૪ જુલાઈએ બંધ થયો હતો.

bombay stock exchange ipo share market stock market business news technology news