મોબાઇલ ફોનની નિકાસ ફેબ્રુઆરી સુધી ૯.૫ અબજ ડૉલરે પહોંચી

24 March, 2023 12:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કુલ નિકાસમાં અડધો હિસ્સો એકમાત્ર ઍપલનો, ૪૦ ટકા હિસ્સો સૅમસંગનો

પ્રતીકાત્મક તસવીર

ભારતમાંથી મોબાઇલ ફોનની નિકાસ ફેબ્રુઆરીમાં વધીને લગભગ ૯.૫ અબજ ડૉલરની થઈ છે, જેમાં ઍપલનો ફાળો કુલ નિકાસમાં અડધો છે, એમ મોબાઇલ ડિવાઇસ ઇન્ડસ્ટ્રી બોડી આઇસીઈએએ જણાવ્યું હતું.

ઇન્ડિયા સેલ્યુલર ઍન્ડ ઇલેક્ટ્રૉનિક્સ અસોસિએશન (આઇસીઈએ)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઉદ્યોગ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં દેશમાંથી ૧૦ અબજ ડૉલરના મોબાઇલ ફોનની નિકાસના લક્ષ્યાંકને પાર કરવા માટે ટ્રૅક પર છે.

જાન્યુઆરીના અંતમાં નિકાસ આશરે ૮.૫ અબજ ડૉલરની થઈ હતી અને ફેબ્રુઆરીમાં એ લગભગ ૯.૫ અબજ ડૉલર સુધી પહોંચી જવાનો અંદાજ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

૨૦૨૧-’૨૨માં ભારતમાંથી ૫.૫ અબજ ડૉલરના મૂલ્યના મોબાઇલ ફોનની નિકાસ નોંધાવી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે ઍપલ હવે ૫૦ ટકા હિસ્સા સાથે નિકાસમાં પ્રભુત્વ ધરાવે છે અને સૅમસંગ લગભગ ૪૦ ટકા હિસ્સા સાથે બીજા સ્થાને છે.

business news