દક્ષિણ કોરિયામાં ક્રિપ્ટો માર્કેટના અનુચિત વ્યવહારો થતા રોકવા માટેની વ્યવસ્થા

09 July, 2024 08:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઇસી૧૫ ઇન્ડેક્સ ૮૪ પૉઇન્ટ ઘટ્યો

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના મેક્રોઇકૉનૉમિક આંકડા મિશ્ર સ્વરૂપના આવ્યા એને પગલે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે વૉલેટિલિટી રહી હતી અને ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૦.૧૧ ટકા (૮૪ પૉઇન્ટ) ઘટીને ૭૩,૧૩૮ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૭૩,૨૨૨ ખૂલીને ૭૪,૧૦૮ની ઉપલી અને ૬૮,૪૭૬ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ટોચના ઘટેલા કૉઇન ટોનકૉઇન, ટ્રોન, પોલકાડોટ અને ડોઝકૉઇન હતા. ચેઇનલિન્ક, કાર્ડાનો, શિબા ઇનુ અને ઇથેરિયમમાં ૧થી ૪ ટકા વૃદ્ધિ થઈ હતી.

દરમ્યાન, દક્ષિણ કોરિયા ક્રિપ્ટો માર્કેટમાં અનુચિત વ્યવહારો થતા રોકવા માટે ૧૯ જુલાઈથી તપાસ માટેની વ્યવસ્થા શરૂ કરશે. બીજી બાજુ, અમેરિકાના નૉર્થ કેરોલિના પ્રાંતમાં ગવર્નર રૉય કૂપરે પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને ખરડા ક્રમાંક ૬૯૦ને અટકાવી દીધો છે. આ ખરડામાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે સરકારને સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી)નો ઉપયોગ કરતા રોકવી.

business news crypto currency bitcoin