મૅન્યુફૅક્ચરિંગ પીએમઆઇ 8 વર્ષના ઉચ્ચતમ સ્તરે

04 February, 2020 09:56 AM IST  |  New Delhi

મૅન્યુફૅક્ચરિંગ પીએમઆઇ 8 વર્ષના ઉચ્ચતમ સ્તરે

મૅન્યુફૅક્ચરિંગ સેક્ટર

અર્થવ્યવસ્થા મોરચે રાહતના સમાચાર આવ્યા છે. દેશમાં મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરની પ્રવૃત્તિ જાન્યુઆરીમાં લગભગ ૮ વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી છે. આ વાત એક મંથલી સર્વેમાં કહેવામાં આવી છે. સર્વે અનુસાર માગણી સારી હોવાથી નવા બિઝનેસ ઑર્ડર્સમાં તેજીથી ઉછાળો આવ્યો છે. આના કારણે પ્રોડક્શન અને હાયરિંગ ઍક્ટિવિટીઝ વધી છે.

જો વર્તમાન સ્થિતિ યથાવત્ રહે તો આવતા થોડા મહિનામાં અર્થવ્યવસ્થામાં ધીમે-ધીમે સુધારો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે જુલાઈ-સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં વિકાસની ગતિ ૬ વર્ષમાં સૌથી ધીમીહતી. માગણી વધવાને કારણે જાન્યુઆરીમાં કારોબાર, ઉત્પાદન, નિકાસ અને રોજગારની તકો વધી છે. આ દરમિયાન બિઝનેસ સેન્ટિમેન્ટમાં મજબૂતી આવી છે. જોકે આ દરમિયાન ઇન્પુટ કોસ્ટ અને આઉટપુટ ચાર્જમાં પણ થોડી વૃદ્ધિ જોવા મળી છે.

અગાઉ પહેલા ડિસેમ્બરમાં આ ૫૨.૭ અંક હતો. જ્યારે આખા વર્ષમાં પહેલી જાન્યુઆરી ૨૦૧૯માં આ આંકડો ૫૩.૯ અંક હતો. આ સતત ૩૦મો મહિનો છે જ્યારે મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ૫૦ અંકથી ઉપર રહ્યો છે. પીએમઆઈના ૫૦ અંકથી ઉપર રહેવાની ગતિવિધિઓમાં વિસ્તાર જ્યારે ૫૦ અંકથી નીચે રહેવું દબાણના વલણને દર્શાવે છે.

business news