શું મુંબઈમાં પ્રૉપર્ટી ખરીદવાનો આ યોગ્ય સમય છે?

18 March, 2023 11:47 AM IST  |  Mumbai | Dhiren Doshi

મુંબઈ હંમેશાં દરેક વસ્તુ માટે હોલસેલ બજારનું હબ રહ્યું છે અને મોટા ભાગનાં અન્ય ભારતીય શહેરો તમામ ચીજવસ્તુઓના પુરવઠા માટે મુંબઈ પર આધાર રાખે છે

પ્રતીકાત્મક તસવીર

રિયલ એસ્ટેટના પંડિતોએ વારંવાર કહ્યું છે કે મુંબઈ એ મિલકત ખરીદવા માટે સૌથી વધુ ન પરવડે એવું શહેર છે. આ સત્ય હોવા છતાં, ખરીદદારો માટે મિલકતમાં રોકાણ માટે મુંબઈ હજી પણ નંબર-વન પસંદગી છે.

ઊંચી કિંમતોને કારણે અન્ય શહેરોની સરખામણીમાં કોઈને જોઈતો મોટો કાર્પેટ વિસ્તાર મળતો નથી. મુંબઈને મળેલી વિશાળ તકોને કારણે મુંબઈકરોએ હંમેશાં કાર્પેટ પણ જતું કર્યું છે. ભારતમાં અન્ય કોઈ શહેર મુંબઈ જેટલી આર્થિક તકો આપતું નથી.

ભારતની આર્થિક રાજધાની તરીકે મુંબઈ હંમેશાં ઉદ્યોગપતિઓ, વ્યાવસાયિકો, સાહસિકો, લાયકાત ધરાવતા, કુશળ તેમ જ મજદૂર લોકોની પ્રથમ પસંદગી રહી છે. આ શહેરમાં દરેક એવી વ્યક્તિ માટે કંઈક છે જે સખત મહેનત કરવા માગે છે. દેવી મુંબાદેવી હંમેશાં મુંબઈવાસીઓ પર દયાળુ રહે છે અને દરેકને સતત વિકાસ માટે નવી તકો આપે છે.
રોજેરોજ નવા સ્ટાર્ટઅપ્સ આવી રહ્યા છે, જેનાથી ઘરો અને ઑફિસોની માગ વધી રહી છે.
મુંબઈ હંમેશાં દરેક વસ્તુ માટે હોલસેલ બજારનું હબ રહ્યું છે અને મોટા ભાગનાં અન્ય ભારતીય શહેરો તમામ ચીજવસ્તુઓના પુરવઠા માટે મુંબઈ પર આધાર રાખે છે.
લાયકાત ધરાવતા લોકો અહીં નોકરીની શ્રેષ્ઠ તકો ધરાવે છે અને બાંધી આવકને કારણે (ઊંચી કિંમતો હોવા છતાં) અહીં મિલકત ખરીદી શકે છે.
મુંબઈમાં અસંખ્ય વ્યાપારી સંસ્થાઓને કારણે સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ લેબરની સમાન માગ છે.
એકંદરે વધતી જતી તકોને કારણે મુંબઈ હજી પણ પ્રૉપર્ટી ઇન્વેસ્ટમેન્ટ માટે નંબર-વન પોઝિશન પર છે.
અનિશ્ચિત આંતરરાષ્ટ્રીય માહોલને કારણે એનઆરઆઇઓ પણ સુરક્ષિત રમી રહ્યા છે. તેઓ બધા ભારતમાં બેઝ ઇચ્છે છે અને રોકાણકારોને મળતા ઊંચા વળતરને કારણે રોકાણ કરવા માટે મુંબઈને શ્રેષ્ઠ સ્થળ તરીકે પણ માને છે.

મુંબઈમાં માથાદીઠ આવક પણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં બમણી છે. આથી વિકાસકર્તાઓ અને મકાનમાલિકો સતત સ્થળાંતર અને વધતી જતી આવાસની માગને કારણે ઊંચા ભાવો/દરોને પકડી રાખે છે. વાસ્તવમાં, કેટલાક અભ્યાસો દર્શાવે છે કે કેવી રીતે મુંબઈ ૨૦૨૧ માટે દેશમાં સૌથી વધુ ન પરવડે એવી પ્રૉપર્ટી માર્કેટ રહ્યું.
૨૦૨૨થી વ્યાજદરોમાં વધારો થયો છે અને ખર્ચમાં વધારો થયો છે.
કોવિડ યુગે તમામ કાચા માલ, મજૂરી અને સેવાઓમાં એકંદરે કિંમતમાં વધારો કર્યો છે.
આ તમામ પરિબળોએ ભાવને સતત ઉપર, ઉપર અને ઉપર તરફ ખસેડ્યા છે.
મોંઘું હોવું, દૂરીના કારણે લાંબા સમય સુધી ઘરથી દૂર રહેવું અને સૌથી વધુ દુઃખદાયક મુસાફરી, છતાં પણ મુંબઈ હજી પણ બધા માટે નંબર-વન પસંદગી છે.
લોકો ઉપરોક્ત તમામ અવરોધો સાથે સમાધાન કરવા તૈયાર છે એનું મુખ્ય કારણ નાણાકીય સ્થિરતા અને અહીં મોટી સંખ્યામાં તકો મળે છે.
રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં સતત વૃદ્ધિએ મુંબઈને શ્રેષ્ઠ રેસિડેન્શિયલ અને કમર્શિયલ મિલકતો આપી છે. મોટા ભાગના ભારતીયોનું મુંબઈમાં કામ કરવાનું અને સમૃદ્ધિ મેળવવાનું સપનું હોય છે અને એથી તેમને મુંબઈમાં સ્થાયી થવું પડે છે.

પશ્ચિમી ઉપનગરોમાં મુખ્યત્વે બોરીવલીથી ગોરેગામ પટ્ટા જેવા વિસ્તારો જીવનધોરણમાં મોટા પાયે ફેરફાર જોઈ રહ્યા છે. આ વિસ્તારોમાં શ્રેષ્ઠ સુવિધાઓ સાથેના આધુનિક અપાર્ટમેન્ટ સમગ્ર વિશ્વમાંથી ખરીદદારોને આકર્ષે છે. આ વિસ્તારોમાં પ્રૉપર્ટીની માગ ત્રણ ગણી વધી છે. સેંકડો નવા હાઇરાઇઝ ટાવર આવી રહ્યા છે, જે તદ્દન નવું  જીવનધોરણ આપે છે. આ વિસ્તારોમાં નવા કમર્શિયલ હબ આવી રહ્યા છે, જેથી ઘરથી નજીક કામ કરવાના અને ઓછી મુસાફરી કરવાના વધુ વિકલ્પો મળે છે. આ તેમના માટે જીવનને વધુ આરામદાયક બનાવશે.

રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત સુધારો, નવી મેટ્રો લાઇનો, આગામી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વગેરે તમામ સુખ-સુવિધાઓમાં વધારો કરશે અને આમ મુંબઈ દિવસે ને દિવસે વધુ સારું અને બહેતર બનશે. આ બધું મુંબઈને અહીં રોકાણ કરવા માટે દરેક માટે શ્રેષ્ઠ પસંદગી બનાવે છે.
મુંબઈ... સ્વપ્નોનું શહેર. દરેક માટે એક સપનું સેવે છે. ડ્રીમ જીવવા માટે વ્યક્તિએ અહીં સ્થાયી થવું પડે છે અને એ પછી જ તે બૉલીવુડનું પ્રખ્યાત ગીત ‘એ હૈ બમ્બઈ નગરિયા તુ દેખ બાબુઆ’ ગાઈ શકે છે.

business news