એનએસઈમાં આજથી વ્યાજદરના વાયદામાં પાંચ વાગ્યા સુધી ટ્રેડિંગ થશે

23 February, 2023 10:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નૅશનલ સ્ટૉક એક્સચેન્જે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે સમયમાં ફેરફારનો ઉદ્દેશ એને અંતર્ગત બજારના સમય સાથે રૂપાંતરિત કરવાનો છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

અગ્રણી સ્ટૉક એક્સચેન્જ એનએસઈએ ગુરુવારથી વ્યાજદરના ડેરિવેટિવ્ઝ કૉન્ટ્રૅક્ટ માટેના ટ્રેડિંગ કલાકો સાંજે પાંચ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. હાલમાં સવારે નવથી બપોરે ૩.૩૦ વાગ્યાની વચ્ચે ટ્રેડિંગ થાય છે.

નૅશનલ સ્ટૉક એક્સચેન્જે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે સમયમાં ફેરફારનો ઉદ્દેશ એને અંતર્ગત બજારના સમય સાથે રૂપાંતરિત કરવાનો છે. ફેબ્રુઆરી ૨૦૨૩ના એક્સપાયરી મહિના માટેના વ્યાજદર ડેરિવેટિવ કૉન્ટ્રૅક્ટ્સ એક્સપાયરી ડે એટલે કે ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ સાંજે પાંચ વાગ્યા સુધી ટ્રેડિંગ માટે ઉપલબ્ધ રહેશે. અન્ય વ્યાજદર ડેરિવેટિવ કૉન્ટ્રૅક્ટ્સ માટે ટ્રેડિંગના કલાકોમાં કોઈ ફેરફાર થશે નહીં.

business news national stock exchange