"રિયલ એન્ડ ઇન્ટ્રેસ્ટિંગ" કેમ્પેઇનથી જીવન વીમા ઉદ્યોગની નવી પહેલ

03 July, 2025 02:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જીવન વીમા ઉદ્યોગની આ નવી પહેલ ભારતના ફાઇનાન્સિયલ સેક્ટરમાં એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવે છે. જો આ અભિયાન સફળ થાય, તો તે દેશમાં ઇન્સ્યોરન્સ કવરેજ વધારવામાં નોંધપાત્ર ફાળો આપી શકશે

LIC સહિતના ઉદ્યોગના અગ્રણીઓએ એક સાથે મળીને આ પહેલ માટે ₹450 કરોડનું મૂડી-રોકાણ કર્યું છે

ભારતીય જીવન વીમા ઉદ્યોગે દેશમાં ઇન્સ્યોરન્સને મામલે લોકોમાં ઉદાસિનતા જોઇ અને તેની પહોંચ ઓછી હોવાનું નોંધ્યું જેને પગલે તેમણે એક વ્યાપક જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન "રિઅલ એન્ડ ઇન્ટરેસ્ટિંગ" નામે ચલાવવામાં આવશે, જેમાં લાઇફ ઇન્સ્યોરન્સની આવશ્યકતા અને ફાયદાઓ વિશે લોકોને જાણ કરવા પર ભાર મૂકવામાં આવશે.  

ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDAI) ના તાજેતરના આંકડા અનુસાર, ભારતમાં ઇન્સ્યોરન્સ પેનિટ્રેશન (પ્રીમિયમ થતા GDP ના ટકા તરીકે) ફક્ત 3.2% જ છે, જે વૈશ્વિક સરેરાશ (7%) કરતા નોંધપાત્ર રીતે નીચું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને, લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન્સ (LIC) સહિતના ઉદ્યોગના અગ્રણીઓએ એક સાથે મળીને ₹450 કરોડનું મૂડી-રોકાણ કરીને આ જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે.  


 પેનિટ્રેશન (વીમા પહોંચ)ની દષ્ટિએ ભારત હજુ પણ વિશ્વનું 10મું સૌથી મોટું બજાર છે, પરંતુ નિયામક IRDAIના સભ્ય (જીવન વીમા) સ્વામિનાથન ઐયરે કહ્યું છે કે, "હજી ઘણો લાંબો રસ્તો કાપવાનો બાકી છે." આ કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, દેશની 140 કરોડ વસ્તીમાંથી માત્ર 36 કરોડ લોકો જ વીમા કવરેજ ધરાવે છે. તેમણે આગળ કહ્યું કે, મોટા શહેરોમાં અને બહાર સ્થળાંતર થતા લોકો આર્થિક જોખમોનો સામનો કરે છે, જે વીમાની જરૂરિયાતને વધુ ઉચિત બનાવે છે. વીમા કાઉન્સિલ દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર લોકો વીમા વિશે જાગૃત છે અને તેમણે કવર લીધેલ છે, પરંતુ કદાચ તેમણે લીધેલ વીમા કવર તેમને માટે પુરુતું નથી અને તે તેમને સમજાય એ અનિવાર્ય છે.

જ્યારે IRDAI વીમા કંપનીઓને ગોલ્ડ એક્સ્ચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETF)માં નિવેશ કરવાની મંજૂરી આપવા પર વિચારી રહ્યું છે કે કેમ તેના પ્રશ્નના જવાબમાં ઐયરે જણાવ્યું હતું કે, "IRDAI તેના પાસે આવતી તમામ અરજીઓનું મૂલ્યાંકન કરે છે. પોલિસી ધારકોના હિતો અને ઉદ્યોગનો વિકાસ તેના માટે મહત્વપૂર્ણ છે." રિઅલ એન્ડ ઇન્ટરેસ્ટિંગ" કેમ્પેઇનની વિશેષતા છે કે તે યુવાનો અને મધ્યમ-વર્ગના પરિવારોને લાઇફ ઇન્સ્યોરન્સ તરફ આકર્ષિત કરવાના ધ્યેયથી બનાવાયું છે. તેમનો પ્લાન છે કે ટેલિવિઝન, ડિજિટલ પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયા પર સર્જનાત્મક રીતે ઇન્સ્યોરન્સને લગતી જાહેરાતો અને માહિતી ચલાવવી. આ અભિયાનથી તેઓ લોકોને એ સમજાવવા માગે છે કે વીમો એ "બોરિંગ" અથવા "જરૂરી ખર્ચ" નહીં, પરંતુ ફાઇનાન્સિયલ સુરક્ષા અને લાંબા ગાળે સુરક્ષિત ભવિષ્યનો ભાગ છે.  

બુધવારે મુંબઈમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં હાજર જીવન વીમા કંપનીઓના પ્રમુખોનું કહેવું છે કે, "ભારતમાં વીમાની ઓછી પહોંચનું મુખ્ય કારણ જાગૃતતાનો અભાવ અને ગેરસમજ છે. આ અભિયાન દ્વારા અમે લોકોને વીમાની વાસ્તવિક કિંમત સમજાવીશું અને તેમને પોતાની જરૂરિયાતો અનુસાર પ્લાન પસંદ કરવા પ્રોત્સાહિત કરીશું."   

આ કેમ્પેઇન ઉપરાંત, IRDAI અને વીમા કંપનીઓ ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં પણ વિશેષ આઉટરીચ કાર્યક્રમો યોજશે. આ પહેલના પરિણામો આશાસ્પદ છે, પરંતુ લાંબા ગાળે ઇન્સ્યોરન્સ પેનિટ્રેશન વધારવા માટે સતત પ્રયત્નો જરૂરી રહેશે.  જીવન વીમા ઉદ્યોગની આ નવી પહેલ ભારતના ફાઇનાન્સિયલ સેક્ટરમાં એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવે છે. જો આ અભિયાન સફળ થાય, તો તે દેશમાં ઇન્સ્યોરન્સ કવરેજ વધારવામાં નોંધપાત્ર ફાળો આપી શકશે.  

નવા `સબસે પહલે લાઇફ ઇન્સ્યોરન્સ` અભિયાનના શુભારંભ પર ઇન્સ્યોરન્સ અવેરનેસ કમિટી (IAC-લાઇફ)ના ચેરપર્સન કમલેશ રાવે જણાવ્યું, "જીવન વીમા ઉદ્યોગની સૌથી મોટી સમસ્યા લોકો સુધીની પહોંચ છે અને માટે જ અમે એ વાતની ચોકસાઈ રાખવા માગીએ છીએ કે આ અંગેની માહિતી આ અભિયાનથી આગળ વધે અને લોકોને લાઇફ ઇન્સ્યોરન્સ ખરીદવા પ્રેરિત કરે."

business news finance news life insurance health insurance lic india