ભારી ઘટાડા સાથે થઈ શૅર બજારની શરૂઆત, સેન્સેક્સ 400 અંક તૂટ્યું

06 May, 2019 10:08 AM IST  |  મુંબઈ

ભારી ઘટાડા સાથે થઈ શૅર બજારની શરૂઆત, સેન્સેક્સ 400 અંક તૂટ્યું

ભારી ઘટાડા સાથે થઈ શૅર બજારની શરૂઆત

સોમવારના કારોબારી સત્રમાં ભારતીય શૅર બજારની શરૂઆત ભારી ઘટાડા સાથે થઈ છે. સવારને લગભગ 9 વાગ્યે સેન્સેક્સ 404 અંકનો ઘટાડા સાથે 38,559ના સ્તર પર અને નિફ્ટી 120 અંક લપસીને 11,591ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. નિફ્ટી 50 શેર્સમાંથી 2 લીલા અને 48 લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. જ્યાં ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.71%નો ઘટાડો અને સ્મૉલકેપ 0.68%ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.

નોંધનીય છે કે કારોબારી સત્રમાં સેન્સેક્સ 18 અંકોના ઘટાડા સાથે 38,963ના સ્તર પર અને નિફ્ટી 12 અંકોના ઘટાડા સાથે 11,712ના સ્તર પર બંધ થયું હતું.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો આજના કારોબારમાં સવારે સાડા નવ વાગ્યે નિફ્ટી ઑટો 1.02%નો ઘટાડો, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 1.20%નો ઘટાડો, નિફ્ટી એફએમસીજી 0.56%નો ઘટાડો, નિફ્ટી આઈટી 0.39%નો ઘટાડો, નિફ્ટી મેટલ 2.24%નો ઘટાડો, નિફ્ટી ફાર્મા 0.52%નો ઘટાડો અને નિફ્ટી રિયલ્ટી 0.89%ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.

આ પણ વાંચો : જુની ગાડી પર લોન લઇ રહ્યા છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખો

વૈશ્વિક બજારના હાલ પર નજર કરીએ તો સોમવારે બધા પ્રમુખ એશિયાઈ બજારોએ કમજોર શરૂઆત કરી છે. સવારે 9 વાગ્યે જાપાનના નિક્કેઈ 0.22%ના ઘટાડા સાથે 22258ના સ્તર પર, ચીનના શાંઘાઈ 4.93%ના ઘટાડા સાથે 2926ના સ્તર પર, હેન્ગસેન્ગ 3.30%ના ઘટાડા સાથે 29089ના સ્તર પર અને તાઈવાનના કૉસ્પી 0.74%ના ઘટાડા સાથે 2196ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જો અમેરિકા બજારની વાત કરીએ તો વીતેલા દિવસે ડાઓ જોન્સ 0.75%ની તેજી સાથે 26504ના સ્તર પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.96%ની તેજી સાથે 2954ના સ્તર પર નાસ્ડેક 1.58%ની તેજી સાથે 8164ના સ્તર પર કારોબાર કરી બંધ થયા હતા.

sensex bombay stock exchange national stock exchange