ફેડ વ્યાજદર વધારશે એવી ધારણાએ રૂપિયો વધુ નરમ પડ્યો

22 February, 2023 02:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૨.૭૮ની સપાટી પર ખૂલ્યો હતો

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર

ભારતીય રૂપિયામાં નરમાઈનો દોર યથાવત્ છે. અમેરિકન ફેડરલ રિઝર્વ બૅન્ક દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવે એવી સંભાવનાએ ડૉલર ઇન્ડેક્સ મજબૂત બની રહ્યો હોવાથી રૂપિયો મંગળવારે આઠ પૈસા નબળો પડ્યો હતો.

ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૨.૭૮ની સપાટી પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન ૮૨.૮૩ સુધી પહોંચીને છેલ્લે ૮૨.૮૦ પર બંધ રહ્યો હતો, જે આગલા દિવસે ૮૨.૭૪ની સપાટી પર બંધ રહ્યો હતો.

અમેરિકન ડૉલર ઇન્ડેક્સ ઊંચો વેપાર કરી રહ્યો હતો અને હૉકીશ અમેરિકી મૉનિટરી પૉલિસી પણ વધતી જતી અનિશ્ચિતતાએ સલામત કરન્સી તરીકે ડૉલરની ભૂખને વેગ આપ્યો અને અમેરિકન ટ્રેઝરી યીલ્ડમાં વધારો કર્યો. ડૉલર ઇન્ડેક્સ, જે છ મુખ્ય ચલણોની બાસ્કેટ સામે ગ્રીનબૅકનું વજન ધરાવે છે એ સોમવારે ભારતીય બજારોના બંધ સમયે ૧૦૩.૮૬ સરખામણીએ મંગળવારે ૧૦૪.૦૨ પર ટ્રેડ થયો હતો.

business news commodity market indian rupee