ભારતમાં હવે 6G માટે ૧૨૭ પેટન્ટ છે : ટેલિકૉમ પ્રધાન

24 March, 2023 12:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારત પાસે વિશ્વાસ અને સ્કેલની શક્તિ : અશ્વિની વૈષ્ણવ

ટેલિકૉમ પ્રધાન અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય સંચાર પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારત પાસે હવે 6G ટેક્નૉલૉજી માટે ૧૨૭થી વધુ વૈશ્વિક પેટન્ટ છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણીનો પુનરુચ્ચાર કર્યો કે ભારત પાસે વિશ્વાસ અને સ્કેલની શક્તિ છે, જે વિદેશમાં સ્વદેશી ટેલિકૉમ ગિયર્સની માગ તરફ દોરી જાય છે.

વૈષ્ણવે કહ્યું કે વડા પ્રધાને તેમના મંત્રાલયને 5Gમાં વિશ્વ સાથે ઊભા રહેવા અને 6Gમાં આગેવાની લેવાનું લક્ષ્ય આપ્યું છે.

વૈષ્ણવે કહ્યું કે આ ટાર્ગેટ આપવામાં આવ્યો છે એના આધારે દેશે કામ કર્યું છે. ઍકૅડેમિયા, ઇનોવેટર્સ, ઉદ્યોગ સાહસિકો એમ બધાએ સાથે મળીને કામ કર્યું છે. મારે તમારી સાથે એ પણ શૅર કરવું જોઈએ કે અત્યાર સુધી 6G ટેક્નૉલૉજી માટે ૧૨૭ પેટન્ટ ભારતીયોએ મેળવ્યા છે.

એક દિવસ પહેલાં વડા પ્રધાને સરકારનું 6G વિઝન લૉન્ચ કર્યું હતું.

business news