ક્રૂડ તેલના ભાવ તૂટતાં મકાઈ અને ગુવારગમના વાયદા પર અસર

23 November, 2021 12:51 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકા, ચીન અને જપાને રિઝર્વ સ્ટૉકમાંથી ક્રૂડ તેલનો જથ્થો છુટો કરતાં ક્રૂડ તેલ વાયદામાં ભાવ આઠ સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા.

મકાઈ

અમેરિકા, ચીન અને જપાને રિઝર્વ સ્ટૉકમાંથી ક્રૂડ તેલનો જથ્થો છુટો કરતાં ક્રૂડ તેલ વાયદામાં ભાવ આઠ સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. ક્રૂડ તેલના ભાવમાં ઘટાડાને લીધે સીબોટ કોર્ન વાયદામાં ઘટાડો થયો હતો. ગૅસોલિન અને ઇથેનૉલ સાથે મકાઈના વાયદાનો સંબંધ હોવાથી જ્યારે પણ ઊર્જાના ભાવમાં ચઢ-ઉતર થાય ત્યારે મકાઈ વાયદા ઉપર એની અસર પડે છે. ગત સપ્તાહે શિકાગો વાયદામાં વૉલ્યુમ હળવું હતું. ઉપરાંત ક્રૂડ તેલના ભાવ પ્રતિ બેરલ ૮૦ ડૉલરની નીચે જતાં સોમવારે નૅશનલ કૉમોડિટીઝ ઍન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ (એનસીડીઈએક્સ)માં ગુવારગમના વાયદામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.

business news