15 February, 2024 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વૈશ્વિક સ્તરે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં તેજીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સૌપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૨.૪૫ ટકા (૧,૫૫૪ પૉઇન્ટ) વધીને ૬૪,૯૯૩ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૬૩,૪૩૯ ખૂલીને ૬૫,૨૮૫ની ઉપલી અને ૬૧,૩૨૮ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના મુખ્ય વધેલા કૉઇન પોલકાડૉટ, ટ્રોન, ઇથેરિયમ અને કાર્ડાનો હતા. લાઇટકૉઇન અને ટોનકૉઇનમાં ઘટાડો થયો હતો. બીટકૉઇન ૫૧,૦૦૦ ડૉલરના ભાવની ઉપર પહોંચી ગયો હતો.
ડિસેમ્બર ૨૦૨૧ બાદ પહેલી વાર બીટકૉઇનનું માર્કેટ કૅપ ૧ ટ્રિલ્યન ડૉલરની ઉપરપહોંચ્યું છે. દરમ્યાન સિંગાપોરની વેબ૩ અને ક્રિપ્ટોકરન્સી કમ્યુનિટીએ બ્લૉકચેઇન ક્ષેત્રે નવી ટૅલન્ટને પ્રોત્સાહન
આપવા માટે સરકાર પાસેથી બજેટ સપોર્ટ માગ્યો છે. બીજી બાજુ, ઍપ્ટોસ લૅબ્સે ભારતમાં ઈ-સ્પોર્ટ્સના સ્ટાર્ટઅપ સ્ટાન સાથે સહયોગ સાધ્યો છે.