હૉન્ગકૉન્ગ ક્રિપ્ટો માટેની સજ્જતા ધરાવતું મોખરાનું રાષ્ટ્ર

16 September, 2023 12:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બીજા દિવસે પણ વૃદ્ધિનું વાતાવરણ રહ્યું હતું. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે વ્યાજદરમાં વધારાનું ચક્ર હવે પૂરું થયું હોવાનો સંકેત આપ્યો એને પગલે બજારમાં માનસ સુધર્યું છે.

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બીજા દિવસે પણ વૃદ્ધિનું વાતાવરણ રહ્યું હતું. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે વ્યાજદરમાં વધારાનું ચક્ર હવે પૂરું થયું હોવાનો સંકેત આપ્યો એને પગલે બજારમાં માનસ સુધર્યું છે. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સૌપ્રથમ ​​ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૧.૦૩ ટકા (૩૫૧ પૉઇન્ટ) વધીને ૩૪,૪૨૮ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૩૪,૦૭૭ ખૂલીને ૩૪,૬૭૨ની ઉપલી અને ૩૪,૦૧૪ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ કૉઇન સુધર્યા હતા, જેમાંથી ટ્રોન, એક્સઆરપી, સોલાના અને શિબા ઇનુ ૧થી ૪ ટકાની રેન્જમાં વધ્યા હતા. દરમ્યાન ભારતીય રિઝર્વ બૅન્કના એક અધિકારીએ જણાવ્યું છે કે રીટેલ સીબીડીસી (સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી)ની ચકાસણીમાં ડિજિટલ રુપીના વ્યવહારોનું પ્રમાણ આશરે ૧૫,૦૦૦ થઈ ગયું છે. હવે એનું પ્રમાણ વધારીને ૧૦ લાખ કરવાનું છે. 
એક અહેવાલ મુજબ હૉન્ગકૉન્ગ ક્રિપ્ટોકરન્સી માટેની સજ્જતા ધરાવતાં રાષ્ટ્રોની યાદીમાં મોખરે રહ્યું છે. દેશમાં ​​ક્રિપ્ટોને અનુકૂળ વાતાવરણ રચવામાં આવ્યું હોવાથી એનું સ્થાન ટકી રહ્યું છે.  બીજી બાજુ જર્મનીની ડૉઇશ બૅન્કે ​ક્રિપ્ટો કસ્ટડી અને ટૉક્નાઇઝેશન સેવાઓ પૂરી પાડવા માટે સ્વિટ્ઝરલૅન્ડની ક્રિપ્ટોકરન્સી કંપની ટોરસ સાથે સહકાર સાધ્યો છે. 

business news hong kong