જીએસટી : કરદાતાઓની મૂંઝવણો દૂર કરવા આજે પ્રશ્નોત્તરીનો ખાસ કાર્યક્રમ

21 May, 2021 11:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ)ની છેલ્લાં ચાર વર્ષની ફળશ્રુતિ વિશે કહીએ તો એટલું જ કહી શકાય કે એમાં વહીવટ કરતાં વિવાદ વધારે થયા છે અને હલ કરતાં કોલાહલ વધારે થયો છે.

જીએસટી

જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ)ની છેલ્લાં ચાર વર્ષની ફળશ્રુતિ વિશે કહીએ તો એટલું જ કહી શકાય કે એમાં વહીવટ કરતાં વિવાદ વધારે થયા છે અને હલ કરતાં કોલાહલ વધારે થયો છે. પરિણામે આજે દેશની અનેક વડી અદાલતોમાં તથા સર્વોચ્ચ અદાલતમાં જીએસટીને લગતા ખટલાઓ મોટી સંખ્યામાં ચાલી રહ્યા છે. 

આવા સંજોગોમાં વેસ્ટર્ન મહારાષ્ટ્ર ટૅક્સ પ્રૅક્ટિશનર્સ અસોસિએશન દ્વારા જીએસટીને લગતી મુસીબતો અને મૂંઝવણોના ઉકેલ માટે તેર સત્રો ધરાવતા દીર્ઘ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. 

જીએસટી હેઠળ શો-કૉઝ નોટિસ અને અપીલ આ વિષયને સંબંધિત ઓછામાં ઓછા ૨૫૦ પ્રશ્નો આવ્યા છે, જેના જવાબ ‘મિડ-ડે’માં જીએસટીના કટારલેખક, જાણીતા ઍડ્વોકેટ અને વેબિનારના વક્તા શૈલેશ શેઠ ૨૧ મે, ૨૦૨૧ની સાંજે પાંચથી ૮.૩૦ સુધી રાખવામાં આવેલા વેબિનારના પૂર્વાર્ધમાં આપવાના છે.  

આયોજકોએ સહભાગીઓની માગને અનુલક્ષીને ખાસ આ પ્રશ્નોત્તરીના કાર્યક્રમનું આયોજન નિઃશુલ્ક કર્યું છે અર્થાત્ એમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે. ઉપરાંત ‘લિટિગેશન વિથ મોટિવેશન’ એ શીર્ષક હેઠળના આ વેબિનારમાં જાણીતા લાઇફ કોચ અને મોટિવેશનલ સ્પીકર સ્વામિનારાયણ સંપ્રદાયના ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી પણ સૌને સંબોધવાના છે. પ્રશ્નોત્તરી પતી ગયા પછી સ્વામીજી ‘વ્યવસાયી જીવનમાં પારિવારિક મૂલ્યોનું સંતુલન’ એ વિષય પર માર્ગદર્શન આપશે. 

ઝૂમ માધ્યમ પર થનારા આ વેબિનારનું મીટિંગ આઇડી ૮૩૮ ૦૪૭૦ ૧૨૨૯ છે અને એનો પાસકોડ wmtpa છે. 

business news goods and services tax