Groww App Down : ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ ડાઉન થતાં ભડક્યાં યુઝર્સ

23 January, 2024 12:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Groww App Down : ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ પર લોગઈન કરવામાં અસમર્થ યુઝર્સે કરી વળતરની માંગ

પ્રતીકાત્મક તસવીર

ઓનલાઈન ફાઈનાન્શિયલ સર્વિસ પ્લેટફોર્મ Groww એ મંગળવારે ઈન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન લગભગ કલાક સુધી આઉટેજ (Grow App Down)નો અનુભવ કર્યો, જેના કારણે યુઝર્સ લોગઈન કરવામાં અસમર્થ રહ્યા હતા. ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ પર લોગઈન કરવામાં અસમર્થ રહેલા યુઝર્સે વળતરની માંગ કરી છે.

ઓનલાઇન ફાઇનાન્શિયલ સર્વિસ પ્લેટફોર્મ ગ્રોના વપરાશકર્તાઓ આજે સવારથી એપમાં લોગ ઇન કરવામાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે. મંગળવારે સવારે, ગ્રોવ એપના યુઝર્સે સવારે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (જે પહેલાં ટ્વિટર તરીકે જાણીતું હતું) પર ફરિયાદ કરી છે. કેટલાકે અહીં પોતાનો રોષ ઠાલવ્યો છે.

અહીં જુઓ યુઝર્સના ટ્વિટ :

ઈન્ટ્રાડે ટ્રેડિંગ માટે ગ્રોવ એપ એક્સેસ કરવામાં પડકારોનો સામનો કરી રહેલા યુઝર્સે હાઈલાઈટ કર્યું કે તેઓ લોગઈન કરવામાં અસમર્થ હતા.

અનેક યુઝર્સે એક્સના માધ્યમથી જણાવ્યું હતું કે, છેલ્લા બે કલાકથી Groww એપ ચાલી નથી રહ્યું. તેઓ લોગઈન નથી કરી શકતાં. કેટલાકે યુઝર્સે પોતાને થયેલું નુકસાન ભરપાઈ કરવાનું કહ્યું હતું.

યુઝર્સની પ્રતિક્રિયાઓ જોતાં Groww કંપનીએ તાત્કાલિક પોતાની ભૂલ સ્વિકારી હતી અને ટ્વિટ કરીને સમસ્યાનો ઉકેલ શોધવાનું કામ કરી રહ્યાં હોવાનું પણ જણાવ્યું હતું. કંપનીએ યુઝર્સને આશ્વાસન આપ્યું કે, તેઓ ટેકનિકલ સમસ્યાને સક્રિય રીતે સંબોધિત કરી રહ્યાં છે અને તેને તાત્કાલિક ઉકેલવા માટે કામ કરી રહ્યાં છે. Groww એ અસુવિધા માટે માફી માંગી છે અને યુઝર્સની ધીરજ માટે આભાર વ્યક્ત કર્યો છે, તેમને ખાતરી આપી છે કે સામાન્ય કામગીરી ટૂંક સમયમાં ફરી શરૂ થશે.

Groww એ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ‘હેલો! અસુવિધા માટે અમે દિલગીર છીએ. અમારી ટીમ તકનીકી સમસ્યાને સંબોધિત કરી રહી છે અને તેને તાત્કાલિક ઉકેલવા માટે કામ કરી રહી છે. તમારી ધીરજની ખૂબ પ્રશંસા કરવામાં આવે છે, અને અમે ટૂંક સમયમાં સામાન્ય કામગીરી પર પાછા આવીશું. સમજવા બદલ તમારો આભાર. ટીમ ગ્રોવ.’

નોંધનીય છે કે, Groww એ હજી સુધી પુષ્ટિ કરી નથી કે આ સમસ્યા ઉકેલાઈ ગઈ છે કે કેમ. પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની પોસ્ટ્સ સૂચવે છે કે આ સમાચાર પ્રકાશિત કરતી વખતે તેઓ હજી પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા.

અપડેટ :

લગભગ બપોરે ૧૨ વાગ્યે ઓનલાઇન ફાઇનાન્શિયલ સર્વિસ પ્લેટફોર્મ ગ્રોવ ફરી શરુ થયું હતું. આ વાતની માહિતી એક્સ પર આપી હતી. એક યુઝરના ટ્વિટનો રિપ્લાય આપતા લખ્યું હતું કે, ‘હેલો! તમારા અતૂટ સમર્થન અને ધૈર્ય બદલ આભાર, સમસ્યા હવે ઉકેલાઈ ગઈ છે.’

તમને જણાવી દઈએ કે, Groww પર હાલમાં ૭૬ લાખ સક્રિય રોકાણકારો છે અને તેણે ઓનલાઇન સ્ટૉક ટ્રેડિંગ કંપની ઝેરોધા (Zerodha) જેના સક્રિય રોકાણકારો ૬૭.૩ લાખ છે તેને પાછળ છોડી દીધું છે.

share market stock market social media business news