સરકારે ડાયાબિટીઝની દવા સિતાગ્લિપ્ટિન લૉન્ચ કરી

17 September, 2022 08:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દસ સિતાગ્લિપ્ટિન ફૉસ્ફેટ ટૅબ્લેટ ૫૦ મિલીગ્રામના પૅકની મહત્તમ છૂટક કિંમત ૬૦ રૂપિયા છે, જ્યારે સિતાગ્લિપ્ટિન ફૉસ્ફેટ ટૅબ્લેટ ૧૦૦ મિલીગ્રામની એ જ કિંમત ૧૦૦ રૂપિયા છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

કેન્દ્ર સરકારે ડાયાબિટીઝની નવી દવા લૉન્ચ કરી હતી. સરકારે શુક્રવારે ડાયાબિટીઝની દવા સિતાગ્લિપ્ટિન અને એનાં સંયોજનોને દસના પૅકદીઠ ૬૦ રૂપિયા જેટલા નીચા દરે લૉન્ચ કર્યાં છે, જે જેનરિક ફાર્મસી સ્ટોર્સ, જનઔષધિ કેન્દ્રો પર વેચવામાં આવશે.

ફાર્મસ્યુટિકલ્સ ઍન્ડ મેડિકલ ડિવાઇસિસ બ્યુરો ઑફ ઇન્ડિયાએ એના જનઔષધિ કેન્દ્રોમાં સિતાગ્લિપ્ટિનના નવા પ્રકારો અને એના સંયોજનનો સમાવેશ કર્યો છે, એમ રસાયણ અને ખાતર મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.

દસ સિતાગ્લિપ્ટિન ફૉસ્ફેટ ટૅબ્લેટ ૫૦ મિલીગ્રામના પૅકની મહત્તમ છૂટક કિંમત ૬૦ રૂપિયા છે, જ્યારે સિતાગ્લિપ્ટિન ફૉસ્ફેટ ટૅબ્લેટ ૧૦૦ મિલીગ્રામની એ જ કિંમત ૧૦૦ રૂપિયા છે.

business news