સરકારનું ગ્રોથના સુધારા માટે જાહેર ખર્ચ પર છે સ્પેશ્યલ ફોકસઃ નાણાપ્રધાન

16 February, 2023 03:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બજેટમાં મૂડીખર્ચમાં ૩૩ ટકાનો વધારો થયો

નિર્મલા સીતારમણ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું કે સરકારનો વર્ષોથી પ્રયાસ વિકાસને પ્રોત્સાહન આપવા માટે જાહેર ખર્ચમાં વધારો કરવાનો છે.

ઇન્ડસ્ટ્રી ચેમ્બર પીએચડીસીસીઆઇના સભ્યો સાથે બજેટ બાદના ચર્ચાસત્રમાં બોલતા નાણાપ્રધાને કહ્યું કે સરકારે ૨૦૨૩-’૨૪ના બજેટમાં મૂડીખર્ચમાં ૩૩ ટકાનો વધારો કરીને ૧૦ લાખ કરોડ રૂપિયા કર્યો છે.

છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી સતત, જાહેર મૂડીખર્ચ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અમે આ બજેટમાં એને જાળવી રાખ્યું છે. મૂડીખર્ચ, સ્પષ્ટપણે આ બજેટનું વાસ્તવિક ફોકસ તરીકે કહી શકાય એમ તેમણે કહ્યું હતું.

ગુડ્સ ઍન્ડ સર્વિસિ‌સ ટૅક્સ (જીએસટી) હેઠળ પેટ્રોલિયમ ઉત્પાદનોનો સમાવેશ કરવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે જો રાજ્યો વચ્ચે સમજૂતી હોય તો એ કરી શકાય.

business news commodity market finance ministry nirmala sitharaman indian government