ગૂગલ-પેમાં હવે નાની રકમ યુપીઆઇ પિન વગર ટ્રાન્સફર થશે

15 July, 2023 12:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુપીઆઇ લાઇટ વપરાશકર્તાઓને એક જ વારમાં ૨૦૦ રૂપિયા સુધી મર્યાદિત ઇન્સ્ટન્ટ ટ્રાન્ઝૅક્શન માટે એક દિવસમાં ૪૦૦૦ રૂપિયા સુધી લોડ કરવાની મંજૂરી આપે છે,

પ્રતીકાત્મક તસવીર

ગૂગલની પેમેન્ટ ઍપ ગૂગલ-પેએ નાના ડિજિટલ વ્યવહારને સરળ બનાવવા માટે એના પ્લૅટફૉર્મ પર યુપીઆઇ લાઇટ રજૂ કર્યું છે. યુપીઆઇ લાઇટ વપરાશકર્તાઓને એક જ વારમાં ૨૦૦ રૂપિયા સુધી મર્યાદિત ઇન્સ્ટન્ટ ટ્રાન્ઝૅક્શન માટે એક દિવસમાં ૪૦૦૦ રૂપિયા સુધી લોડ કરવાની મંજૂરી આપે છે, એમ સર્ચ એન્જિન જાયન્ટે જણાવ્યું હતું. નૅશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા દ્વારા ડિઝાઇન કરાયેલા એ એના યુપીઆઇ પિન દાખલ કર્યા વિના નાના વ્યવહારને મંજૂરી આપે છે.

business news google