૩૫૦૦ લોન-ઍપ્સ પર ગૂગલે પ્રતિબંધ મૂક્યો

29 April, 2023 03:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગૂગલે ૨૦૨૨માં ભારતમાં ૩૫૦૦થી વધુ લોન-ઍપ્લિકેશન્સ સામે પ્લે સ્ટોર નીતિ-આવશ્યકતાઓનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી કરી હતી એમ કંપનીએ જણાવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

ગૂગલે ૨૦૨૨માં ભારતમાં ૩૫૦૦થી વધુ લોન-ઍપ્લિકેશન્સ સામે પ્લે સ્ટોર નીતિ-આવશ્યકતાઓનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી કરી હતી એમ કંપનીએ જણાવ્યું હતું.
ગૂગલે જણાવ્યું હતું કે એકંદરે એણે ૧૪.૩ લાખ નીતિ ભંગ કરતી ઍપ્લિકેશન્સને ગૂગલ પ્લે સ્ટોર પર લૉન્ચ થવાથી અટકાવી છે અને ૧.૭૩ લાખ બૅડ્સ અકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે અને ૨૦૨૨માં બે
અબજ ડૉલરથી વધુની રકમના છેતરપિંડી અને અપમાનજનક વ્યવહારો અટકાવ્યા છે.

business news google