31 August, 2024 07:46 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
ઇઝરાયલ-હમાસ યુદ્ધ-સમાપ્તિની મંત્રણા પડી ભાંગતા અને ઇઝરાયલ ડેલિગેશન પરત ફરતાં તેમ જ ઇઝરાયલે હમાસના વધુ કમાન્ડરને ઠાર કરતાં મિડલ ઇસ્ટમાં ટેન્શન વધવાની ધારણાએ વર્લ્ડ માર્કેટમાં સોના-ચાંદી વધુ ઊછળ્યાં હતાં. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોના-ચાંદીમાં પ્રત્યાઘાતી નજીવો ઘટાડો જોવા મળ્યો હતો અને સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૪૩ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૫૩ રૂપિયા વધ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાના સેકન્ડ ક્વૉર્ટરના ગ્રોથરેટના સેકન્ડ એસ્ટિમેટમાં ગ્રોથ ત્રણ ટકા રહ્યો હતો જે ફર્સ્ટ એસ્ટિમેટમાં ૨.૮ ટકા અને ફર્સ્ટ ક્વૉર્ટરમાં ફાઇનલ ગ્રોથરેટ ૧.૪ ટકા રહ્યો હતો. ખાસ કરીને કન્ઝ્યુમર સ્પેન્ડિંગમાં મોટો વધારો થતાં ગ્રોથરેટ બુલિશ રહ્યો હતો. સેકન્ડ ક્વૉર્ટરમાં પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ અને ફિક્સ્ડ ઇન્વેસ્ટમેન્ટ વધ્યું હતું. અમેરિકાનો ગ્રોથરેટ સ્ટ્રૉન્ગ રહેતાં ડૉલર ઇન્ડેક્સ વધીને ૧૦૧.૩૪ પૉઇન્ટે પહોંચ્યા બાદ ૧૦૧.૨૫થી ૧૦૧.૨૮ પૉઇન્ટ રહ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ સતત ચોથે દિવસે વધ્યો હતો. ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ વધીને ૩.૮૬૧ ટકાએ પહોંચ્યાં હતાં.
અમેરિકાનો પર્સનલ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર કોર ઇન્ડેક્સ સેકન્ડ ક્વૉર્ટરમાં વધીને ૨.૮ ટકાએ પહોંચ્યો હતો જેના વિશે માર્કેટની ધારણા ૨.૯ ટકાની હતી. જુલાઈ મહિનાનો પ્રાઇસ ઇન્ડેક્સ શુક્રવારે મોડી રાતે જાહેર થશે.
અમેરિકાના નવા અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ ૨૪મી ઑગસ્ટે પૂરા થયેલા સપ્તાહના અંતે ૨૦૦૦ ઘટીને ૨.૩૧ લાખે પહોંચ્યા હતા જે માર્કેટની ૨.૩૨ લાખની ધારણા કરતાં થોડા ઓછા હતા. એક્ઝિસ્ટિંગ અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ ૪૭૫૦ ઘટીને ૨.૩૧૫ લાખે પહોંચ્યા હતા.
અમેરિકાનો કૉર્પૉરેટ પ્રૉફિટ ૨૦૨૪ના સેકન્ડ ક્વૉર્ટરમાં ૧.૭ ટકા વધીને ૨૭૭૪ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરે પહોંચ્યો હતો જે અગાઉના ક્વૉર્ટરમાં ૨.૭ ટકા ઘટ્યું હતું. અમેરિકાની હોલસેલ ઇન્વેન્ટરી જુલાઈમાં ૦.૩ ટકા વધી હતી જે જૂનમાં પણ ૦.૨ ટકા વધી હતી.
અમેરિકામાં એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ જુલાઈમાં ૫.૫ ટકા ઘટ્યું હતું જેના વિશે માર્કેટની ધારણા ૦.૫ ટકા વધારાની હતી અને જૂનમાં એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ ૪.૮ ટકા વધ્યું હતું. છેલ્લા એક વર્ષમાં એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ ૮.૫ ટકા ઘટ્યું છે. અમેરિકાની ગુડ્સ ટ્રેડ ડેફિસિટ જુલાઈમાં વધીને બે વર્ષની ઊંચાઈએ ૧૦૨.૭ અબજ ડૉલરે પહોંચી હતી જેના વિશે માર્કેટની ધારણા ૯૭.૧ અબજ ડૉલરની હતી.
યુરો એરિયાનું પ્રોવિઝનલ હેડલાઇન ઇન્ફ્લેશન ઑગસ્ટમાં ઘટીને ત્રણ વર્ષની નીચી સપાટીએ ૨.૨ ટકાએ પહોંચ્યું હતું જે જુલાઈમાં ૨.૬ ટકા હતું. હજી યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના બે ટકાના ઇન્ફ્લેશનના ટાર્ગેટથી ઇન્ફ્લેશન થોડું ઊંચું છે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
અમેરિકાનો સ્ટ્રૉન્ગ ગ્રોથરેટ અને પૉઝિટિવ અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ આવતાં હવે રિસેશન ભય દૂર થયો છે જેને કારણે રેટ-કટની અનિશ્ચિતતા વધી છે. ફેડની હવે પછીની ૧૮-૧૯ સપ્ટેમ્બરની મીટિંગ પહેલાં ઇન્ફ્લેશનના બે ડેટા આવવાના છે જે રેટ-કટમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે, પણ અત્યાર સુધી રેટ-કટ માટે રિસેશનના ભયનું જે મજબૂત કારણ હતું એ હવે રહ્યું નથી એટલે જો ઇન્ફ્લેશનના ડેટા વધીને આવશે તો રેટ-કટ આવવાની શક્યતા ઘટી જશે. હાલ સોના-ચાંદીની તેજીમાં જિયોપૉલિટિકલ ટેન્શન મોટો ભાગ ભજવે છે. ઇઝરાયલની હમાસ, હિઝબુલ્લા, હુથી તમામ ઇસ્લામિક આંતકવાદી જૂથોનો ખાતમો બોલાવવાની મોહિમ નિશ્ચિત લક્ષ્ય સાથે આગળ વધી રહી છે. ઇઝરાયલને અટકાવવામાં અમેરિકા, યુનો, ઇજિપ્ત, કતાર તમામ દેશો નિષ્ફળ ગયા છે ત્યારે જ્યાં સુધી જિયોપૉલિટિકલ ટેન્શન ચાલુ રહેશે ત્યાં સુધી રેટ-કટ આવે કે ન આવે, સોના-ચાંદીના ભાવ મજબૂત રહેશે,.