સોનું-ચાંદી ઑલટાઇમ હાઈ

13 September, 2025 07:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોનું ૧,૧૩,૮૦૦ અને ચાંદી ૧,૩૨,૦૦૦ની નવી ટોચે

પ્રતીકાત્મક તસવીર

શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં ફરી ઉછાળો આવ્યો હતો. દિલ્હીમાં ગઈ કાલે સોનાનો ભાવ ૧૦ ગ્રામનો ભાવ ૧,૧૩,૮૦૦ રૂપિયાની અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧,૩૨,૦૦૦ રૂપિયાની સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચ્યા હતા. વૈશ્વિક માગણીમાં વધારો અને આવતા અઠવાડિયે અમેરિકામાં વ્યાજદરના ઘટાડાના સંકેતને લીધે સોના-ચાંદીના ભાવમાં તેજી આવી હતી. સોનાના ભાવમાં સળંગ ૪ માર્કેટ-સેશનથી સતત વધારો જોવા મળ્યો છે. ગુરુવારે ૧,૧૩,૧૦૦ રૂપિયાએ બંધ થયેલા સોનાએ શુક્રવારે ૭૦૦ પૉઇન્ટનો ઉછાળો નોંધાવ્યો હતો.

gold silver price business news